ઓલિમ્પિક મેડલ વિજેતા અમન સેહરાવતે, ડબ્લ્યુએફઆઈને એક વર્ષનો પ્રતિબંધ હટાવવા અપીલ કરી, ભૂલ સ્વીકારી
નવી દિલ્હી, 14 ઓક્ટોબર (હિ.સ.) પેરિસ ઓલિમ્પિક્સ 2024 બ્રોન્ઝ મેડલ વિજેતા કુસ્તીબાજ અમન સેહરાવતે ડબ્લ્યુએફઆઈ ને અપીલ કરી છે કે, તે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં વજન વધારવામાં નિષ્ફળ ગયા બાદ તેના પર લાદવામાં આવેલ એક વર્ષનો પ્રતિબંધ
અમન


નવી દિલ્હી, 14 ઓક્ટોબર (હિ.સ.) પેરિસ ઓલિમ્પિક્સ 2024 બ્રોન્ઝ મેડલ

વિજેતા કુસ્તીબાજ અમન સેહરાવતે ડબ્લ્યુએફઆઈ ને અપીલ કરી છે કે, તે વર્લ્ડ

ચેમ્પિયનશિપમાં વજન વધારવામાં નિષ્ફળ ગયા બાદ તેના પર લાદવામાં આવેલ એક વર્ષનો

પ્રતિબંધ હટાવે.

ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (આઈઓએ) દ્વારા આયોજિત,

એક સન્માન સમારોહમાં, અમને સ્વીકાર્યું

કે,” તેણે ભૂલ કરી છે. અને કહ્યું કે, તે

તેની પહેલી ભૂલ હતી.” તેણે કહ્યું કે,” તે ડબ્લ્યુએફઆઈ પ્રમુખ સંજય સિંહને મળીને, વ્યક્તિગત

રીતે નિર્ણય પર પુનર્વિચાર કરવા અપીલ કરશે.”

અમને કહ્યું, હું તેમને (ડબ્લ્યુએફઆઈ પ્રમુખ) મળીશ અને

તેમને વિનંતી કરીશ, કે આ મારી પહેલી ભૂલ છે, તે ફરી નહીં થાય.

ડબ્લ્યુએફઆઈએ 23 સપ્ટેમ્બર, 2025 ના રોજ અમનને

કારણ બતાવો નોટિસ જારી કરી. 29 સપ્ટેમ્બરના રોજ તેનો જવાબ અસંતોષકારક લાગ્યા

બાદ, શિસ્ત સમિતિએ એક

વર્ષનો પ્રતિબંધ હટાવવાની ભલામણ કરી.

અમન એ સમજાવ્યું કે,” સ્પર્ધાના એક દિવસ પહેલા અચાનક પેટમાં

દુખાવો થવાને કારણે, તે વજન ઘટાડવાની પ્રક્રિયા ચાલુ રાખી શક્યો નહીં.”

તેણે કહ્યું, મારી પાસે ફક્ત 600-700 ગ્રામ વજન ઘટાડવાનું બાકી હતું. પરંતુ અચાનક, મને પેટમાં

દુખાવો થયો અને હું સીધો મારા રૂમમાં ગયો. દવા લીધા પછી પણ મારી સ્થિતિમાં કોઈ

સુધારો થયો નહીં.

22 વર્ષીય અમન

વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 57 કિગ્રા

ફ્રીસ્ટાઇલ કેટેગરીમાં, ભારતનો મેડલ આશાસ્પદ હતો, પરંતુ 1.7 કિગ્રા વધુ વજન હોવાને કારણે, તેને સ્પર્ધામાંથી ગેરલાયક

ઠેરવવામાં આવ્યો. ત્યારબાદ,

ડબ્લ્યુએફઆઈએ 23 સપ્ટેમ્બરથી

તેના પર એક વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો.

અમને કહ્યું કે,” આ પ્રતિબંધની તેની કારકિર્દી પર મોટી અસર

પડશે.”

તેણે કહ્યું, આગામી વર્ષે એશિયન ગેમ્સ અને વર્લ્ડ

ચેમ્પિયનશિપ જેવી, મોટી ટુર્નામેન્ટ આવી રહી છે. એશિયન ગેમ્સ દર ચાર વર્ષે એકવાર

યોજાય છે. આ તક ગુમાવવી મારા માટે મોટું નુકસાન હશે.

તેણે કહ્યું કે,” તે ડબ્લ્યુએફઆઈ પ્રમુખને મળવા અને રમતગમત

મંત્રાલય પાસેથી મદદ માંગવાની યોજના ધરાવે છે.”

તેમણે કહ્યું, અમે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરીશું. અમે રમતગમત

મંત્રાલયને પણ વિનંતી કરીશું.

એ નોંધનીય છે કે, અમન સેહરાવતે 2024 પેરિસ

ઓલિમ્પિકમાં 57 કિગ્રા વર્ગમાં

બ્રોન્ઝ મેડલ જીત્યો હતો અને તેને દેશના ઉભરતા કુસ્તીબાજોમાંનો એક ગણવામાં આવે છે.

તેનું આગામી લક્ષ્ય 2026 એશિયન

ચેમ્પિયનશિપ અને 2026 એશિયન ગેમ્સમાં

મેડલ જીતવાનું છે.

હિન્દુસ્થાન સમાચાર / સુનીલ દુબે

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande