ડિંડોલીમાં વિધવાનું શારીરિક શોષણ કરનાર રીક્ષા ચાલક સામે બળાત્કારનો ગુનો નોંધાયો
સુરત, 16 ઓક્ટોબર (હિ.સ.) શહેરના ડીંડોલી વિસ્તારમાં રહેતા અને ઓટો રીક્ષા ચલાવતા યુવકે ભેસ્તાન વિસ્તારમાં રહેતી વિધવા પર દાનત બગાડી હતી. વિધવાને લગ્ન કરવાની લાલચ આપી તેની સાથે અવારનવાર શરીર સંબંધ બાંધી શારીરિક શોષણ કર્યું હતું અને બાદમાં છોડી દઈ એ
rape


સુરત, 16 ઓક્ટોબર (હિ.સ.) શહેરના ડીંડોલી વિસ્તારમાં રહેતા અને ઓટો રીક્ષા ચલાવતા યુવકે ભેસ્તાન વિસ્તારમાં રહેતી વિધવા પર દાનત બગાડી હતી. વિધવાને લગ્ન કરવાની લાલચ આપી તેની સાથે અવારનવાર શરીર સંબંધ બાંધી શારીરિક શોષણ કર્યું હતું અને બાદમાં છોડી દઈ એલફેલ ગાળો આપી માર મારી ધાક ધમકી આપી હતી. જેથી આખરે ભોગ બનનાર વિધવા એ આ મામલે ડિંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બળાત્કારનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની વિગત એવી છે કે ડીંડોલી વિસ્તારમાં આવેલ ભેસ્તાન આવાસમાં રહેતા રેહાન અહેમદ શેખ ઓટો રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. માર્ચ 2025 માં રેહાન શેખ ભેસ્તાન વિસ્તારમાં રહેતી એક વિધવાના સંપર્કમાં આવ્યો હતો. આ સમયે રેહાને તેમની સાથે મિત્રતા કર્યા બાદ તેમને પોતાની સાથે લગ્ન કરવા માટે લાલચ આપી હતી. એટલું જ નહીં પરંતુ બાદમાં તેને અવારનવાર શારીરિક સંબંધો બાંધી તેનું શોષણ કર્યું હતું અને બાદમાં લગ્ન કરવા માટે ના પાડી દીધી હતી. આ ઉપરાંત રેહાને વિધવાને એલ ફેલ ગાળો આપી માર માર્યો હતો અને ધાક ધમકી પણ આપી હતી. જેથી આખરે બાદમાં ભોગ બનનાર વિધવા મહિલાએ ભેસ્તાન પોલીસનો આશરો લીધો હતો. પોલીસે રેહાન શેખ સામે બળાત્કારનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande