પોરબંદર, 16 ઓક્ટોબર (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રેરણાદાયક નેતૃત્વ હેઠળ ગુજરાત રાજ્યની અવિરત વિકાસયાત્રાના 24 વર્ષ પૂર્ણ થવા અને ૨૫મા મંગલ વર્ષમાં પ્રવેશના અવસરે રાજ્યભરમાં ઉજવાતા વિકાસ સપ્તાહ – 2025 અંતર્ગત પોરબંદર જિલ્લાના અમરદડ ગામે વિકાસ રથનું આગમન થયું હતું.
આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાની મુખ્ય ઉપસ્થિતિમાં વિકાસલક્ષી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમ્યાન ગામજનોને વિવિધ સરકારી યોજનાઓ, વિકાસકાર્ય અને લોકકલ્યાણ માટે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા પ્રયાસોની વિગતવાર માહિતી આપવામાં આવી હતી.
આ અવસરે મોકર, આદિતપરા, પીપળીયા,બિલેશ્વર, હનુમાનગઢ, આશીયાપાટ, અણીયારી, રામગઢ, બોરડી, ખંભાળા, ખીરસરા,ડૈયર, હનુમાનગઢ,અમરદડ, સહિતના ક્લસ્ટરના ગામોના રૂ. 169.47 લાખના 08 વિકાસકાર્યોના ખાતમુહૂર્ત તથા રૂ. 69.85 લાખના 40 વિકાસકાર્યોના લોકાર્પણ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં લાભાર્થીઓએ વિવિધ યોજનાઓનો લાભ મેળવ્યા બાદ પોતાના અનુભવો રજૂ કરતાં સરકાર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.વિકાસ રથના માધ્યમથી ગામજનોને રાજ્યની વિકાસયાત્રા તેમજ વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અંગે માહિતીસભર શોર્ટ ફિલ્મનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણી, જિલ્લા વિકાસ અધિકારી બી.બી. ચૌધરી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રેખાબા સરવૈયા, રાણાવાવ તાલુકા પંચાયતની પ્રમુખ મંજુ બાપોદરા, ઉપ. પ્રમુખ જશુ રાઠોડ, સરપંચ શોભના રાઠોડ, જિલ્લા પંચાયતના સભ્ય સર્વ ગોપાલ કોઠારી, હેમંત ડોડીયા, આરએન્ડબી પંચાયતના ઇજનેર પિયુષ સિંગરખિયા, તાલુકા વિકાસ અધિકારી એચ. જે. પરમાર, મામલતદાર સુમરાભાઈ, CDPO દક્ષા ખૂંટી, તાલુકા ભાજપ પ્રમુખ વીરા મકવાણા સહિતના સ્થાનિક આગેવાનો, ગ્રામજન તથા લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya