રાણાવાવ ખાતે ભાજપની સંયુકત કાર્યશાળા યોજાઈ.
પોરબંદર, 16 ઓક્ટોબર (હિ.સ.) ભારતીય જનતા પાર્ટી રાણાવાવ શહેર/ગ્રામ્ય મંડળ દ્વારા ભાજપની સંયુકત કાર્યશાળા વરિષ્ઠ આગેવાન અને જિલ્લા પંચાયત સદસ્ય ગોપાલકોઠારીના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી.જેમાં વક્તા તરીકે પોરબંદર શહેર ભાજપ ઉપપ્રમુખ વિજય વડુકર દ્વારા માર
રાણાવાવ ખાતે ભાજપની સંયુકત કાર્યશાળા યોજાઈ.


રાણાવાવ ખાતે ભાજપની સંયુકત કાર્યશાળા યોજાઈ.


રાણાવાવ ખાતે ભાજપની સંયુકત કાર્યશાળા યોજાઈ.


પોરબંદર, 16 ઓક્ટોબર (હિ.સ.) ભારતીય જનતા પાર્ટી રાણાવાવ શહેર/ગ્રામ્ય મંડળ દ્વારા ભાજપની સંયુકત કાર્યશાળા વરિષ્ઠ આગેવાન અને જિલ્લા પંચાયત સદસ્ય ગોપાલકોઠારીના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી.જેમાં વક્તા તરીકે પોરબંદર શહેર ભાજપ ઉપપ્રમુખ વિજય વડુકર દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆતમાં દીપ પ્રાગટ્ય કરી સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા તથા આ કાર્યશાળામાં પોરબંદર જિલ્લા આત્મ નિર્ભર ભારત સંકલ્પ અભિયાન ઈન્ચાર્જ અરજન ભૂતિયા, સહ ઈન્ચાર્જ કિરીટ બાપોદરા, રાણાવાવ શહેરના ઇન્ચાર્જ દુષ્યંત મહેતા, તાલુકા મંડલ પ્રમુખ વીરા મકવાણા, શહેર પ્રમુખ રામદે ઓડેદરા, મહામંત્રીઓ કૌશિક વ્યાસ, પ્રભુદાસ ગોંડલિયા અને રામ બાપોદરા તેમજ રાણાવાવ શહેર તથા ગ્રામ્ય મંડળના સૌ અપેક્ષિત કાર્યકર્તાઓ, તથા તાલુકા પંચાયતના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande