પોરબંદર, 16 ઓક્ટોબર (હિ.સ.) પોરબંદરમાં વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે શહેરમાં વોલ પેન્ટિંગનો શુભારંભ કરાયો હતો. મહા નગરપાલિકા દ્વારા લેડી હોસ્પિટલ ખાતે આયોજિત કાર્યક્રમમાં જિલ્લા કલેકટર એસ ડી ધાનાણી તથા મહાનગર પાલિકાના કમિશનર એચ જે પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા. પોરબંદરમાં વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે વોલ પેઇન્ટિંગનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વિકાસ સપ્તાહ - 2025 ની ઉજવણી અંતર્ગત અનેકવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે, પોરબંદર મહા નગરપાલિકાના કમિશનર એચ. જે. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ શહેરી વિસ્તારમાં પણ વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. 20 વર્ષ શહેરી વિકાસના ગુજરાત સરકારના વિકાસ વર્ષ 2025 અને વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે શહેરના રાજમાર્ગો પર દીવાલોમાં મહાપુરુષો અને દેશભક્તિના ચિત્રોનું વોલ પેઇન્ટિંગ કરવાનું આયોજન થયું છે.
પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ અને ભગવાન શ્રીકૃષ્ણના બાળ સખા સુદામાજીની નગરી પોરબંદરમાં આખા વર્ષ દરમિયાન પ્રવાસીઓની અવરજવર રહેતી હોય છે ત્યારે લોકોની વધુ સંખ્યામાં અવરજવર થાય તેવા મુખ્ય માર્ગો ઉપર દીવાલોમાં આ વોલ પેઇન્ટિંગ બનાવી શહેરને વધુ સુંદર બનાવવાનો પ્રયાસ મહાનગરપાલિકાના કમિશનરના માર્ગદર્શનમાં તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યો છે.
ગુજરાત સરકાર દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે પોરબંદર મહાનગરપાલિકા દ્વારા આયોજિત આ વોલ પેઇન્ટિંગના શુભારંભ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર એસ ડી ધાનાણી અને મહાનગર પાલિકાના કમિશનર એચ જે પ્રજાપતિ એ મહાપુરુષો અને દેશભક્તિની થીમ આધારિત વોલ પેઈન્ટિંગમાં રંગો પુરી આ અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya