પાટણ, 16 ઓક્ટોબર (હિ.સ.): રાધનપુર તાલુકાના એક ગામની પરિણીતાએ પોતાના પતિ સહિત ત્રણ શખ્સો વિરુદ્ધ રાધનપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો છે. ત્રણેય આરોપીઓ હારીજ તાલુકાના એક ગામના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.
ફરિયાદ અનુસાર, પતિ પરિણીતાને પત્ની તરીકે રાખવા માંગતો નહોતો અને તેણીને સતત શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો. છૂટાછેડા માટે આરોપીઓ દ્વારા 50 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. એક આરોપીએ લોખંડની ટામી વડે હુમલો કરીને મહિલાને ફ્રેક્ચર પહોંચાડ્યું હતું.
આરોપીઓએ મહિલાની માતા અને બહેનને અપશબ્દો બોલી અને તેમને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. રાધનપુર પોલીસે આ અંગે બી.એન.એસ. કલમ 85, 54, 118(2), 351(3), 115(2), 296(જી) અને જી.પી.એક્ટ કલમ 135 હેઠળ ગુનો નોંધ્યો છે અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ