જામનગરના ગ્રામ્ય પંથકમાં ગેરકાયદે ફટાકડાનું વેચાણ કરતા ચાર વેપારીઓ પકડાયા
જામનગર, 16 ઓક્ટોબર (હિ.સ.) જામનગર શહેરમાં ગઈકાલે એક ફટાકડાનું લાયસન્સ મેળવ્યા વિના ફટાકડાનું વેચાણ કરતા એક વેપારીને ઝડપી લીધા બાદ ગ્રામ્ય વિસ્તારોમાં પણ ચેકિંગ કરાયું છે, અને હાપા રેલવે સ્ટેશન વિસ્તાર તેમજ ધૂતારપર ગામમાંથી લાયસન્સ મેળવ્યા વિના ફટાક
જામનગર પોલીસ ફાઈલ ફોટો


જામનગર, 16 ઓક્ટોબર (હિ.સ.) જામનગર શહેરમાં ગઈકાલે એક ફટાકડાનું લાયસન્સ મેળવ્યા વિના ફટાકડાનું વેચાણ કરતા એક વેપારીને ઝડપી લીધા બાદ ગ્રામ્ય વિસ્તારોમાં પણ ચેકિંગ કરાયું છે, અને હાપા રેલવે સ્ટેશન વિસ્તાર તેમજ ધૂતારપર ગામમાંથી લાયસન્સ મેળવ્યા વિના ફટાકડાનું વેચાણ કરનારા ચાર વેપારીઓની અટકાયત કરી લઈ, તેઓ પાસેથી ફટાકડાનો જથ્થો કબજે કરી લેવામાં આવ્યો છે.જામનગર નજીક હાપા રેલવે સ્ટેશન વિસ્તારમાં ચાંદની ચોક પાસે કોઈ પણ પ્રકારની પરવાનગી કે લાયસન્સ વિના ફટાકડાનું વેચાણ કરી રહેલા મનજીત રાજેન્દ્રસિંહ રામગઢીયા નામના પંજાબી શખ્સની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે, અને તેની પાસેથી ફટાકડાનો જથ્થો કબજે કરી લઇ જામનગરના પંચકોષી એ. ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જ્યારે તે જ વિસ્તારમાંથી મંજૂરી વિના ફટાકડાનું વેચાણ કરી રહેલા અજય પ્રવીણભાઈ રણલોરીયા નામના શખ્સને ઝડપી લઇ તેની પાસેથી પણ ફટાકડાનો જથ્થો કરી લઈ તેની સામે પણ પંચકોસી એ. ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો છે.જામનગર તાલુકાના ધૂતારપર ગામમાં રહેતા દિલીપ લાલજીભાઈ ચૌહાણ તેમજ વૃજલાલ જમનભાઈ ચાંગાણી પણ પોતાની પાસે કોઈપણ પ્રકારનું ફટાકડાના વેચાણનું લાઇસન્સ ન હોવા છતાં ગેરકાયદે રીતે ફટાકડાનું જાહેરમાં વેચાણ કરતા હોવાથી તે બંનેની અટકાયત કરી લેવામાં આવી છે, અને તેઓ સામે જામનગરના જિલ્લા કલેકટરના જાહેરનામાના ભંગ બદલનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande