ગીર સોમનાથ 16 ઓક્ટોબર (હિ.સ.) જુનાગઢ રેન્જ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોલીસ અધિક્ષક જયદિપસિંહ જાડેજા સાહેબ ગીર-સોમનાથ તથા નાયબ પોલીસ અધિક્ષક એમ.એફ.ચૌધરી ઉના વિભાગ ઉના તથા પોલીસ ઇન્સ્પેકટર એમ.એન.રાણા સાહેબ નાઓની સુચના અને ઉચ્ચમાર્ગદર્શન મુજબ હાલના સમયમાં જાહેત જનતાના મોબાઇલ ગુમ થવાના કે પડી ખોવાઈ જવાના બનાવો વધુ પ્રમાણમાં બનાતા હોય જે અનુસંધાને જરૂરી કાર્યવાહી કરી અરજદારઓને તેમના મોબાઇલો પરત આપવવા કર્તવ્યશીલ, કાર્યક્ષમતા અન્વયે.
આ કામે CEIR પોર્ટલ તેમજ અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરી કુલ મોબાઇલો નંગ-૦૯ જેની કિં.રૂ.૧,૭૪,૭૪૫/-ના નિચે મુજબના મોબાઇલો શોધી જે-તે સ્થિતિમાં મુળ માલીકોને પરત સોંપી આપેલ છે. આમ ચાલુ માસ ઓકટોમ્બર-૨૦૨૫ દરમ્યાન કુલ મોબાઇલ નંગ-૨૦ કિં.રૂ.૩,૭૨,૦૧૬/ ના શોધી મુળ માલીકોને પરત કરી પ્રસંશનીય કામગીરી કરી પોલીસ પ્રજાનો મિત્ર હોવાનું સાર્થક કરેલ છે.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ