પાટણ APMCમાં દિવાળી બાદ 30 ઓક્ટોબરથી મગફળીની હરાજી શરૂ થશે
17 થી 29 ઓક્ટોબર સુધી દિવાળીનાં વેકેશનની જાહેરાત કરવામાં આવી પાટણ, 16 ઓક્ટોબર (હિ.સ.): પાટણ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC) દ્વારા 17 ઓક્ટોબરથી 29 ઓક્ટોબર સુધી દિવાળીનાં વેકેશનની જાહેરાત કરવામાં આવી છે. આ દરમ્યાન તમામ પ્રકારની હરાજી બંધ રહેશે અ
પાટણ APMCમાં દિવાળી બાદ 30 ઓક્ટોબરથી મગફળીની હરાજી શરૂ થશે, 17 થી 29 ઓક્ટોબર સુધી દિવાળીનાં વેકેશનની જાહેર


17 થી 29 ઓક્ટોબર સુધી દિવાળીનાં વેકેશનની જાહેરાત કરવામાં આવી

પાટણ, 16 ઓક્ટોબર (હિ.સ.): પાટણ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC) દ્વારા 17 ઓક્ટોબરથી 29 ઓક્ટોબર સુધી દિવાળીનાં વેકેશનની જાહેરાત કરવામાં આવી છે. આ દરમ્યાન તમામ પ્રકારની હરાજી બંધ રહેશે અને 30 ઓક્ટોબરથી APMCમાં કામકાજ સામાન્ય રીતે ફરી શરૂ થશે. દિવાળીનાં વેકેશન બાદ 30 ઓક્ટોબરથી મગફળીની હરાજીનો આરંભ થશે. APMCના ચેરમેન સ્નેહલભાઈ પટેલે પાટણ પંથક સહિત ઉત્તર ગુજરાતના ખેડૂતોને પાટણ APMCમાં પોતાની મગફળી વેચવા માટે આવવા અપીલ કરી છે. સાથે જ તેમણે તમામ ખેડૂતોને દીપાવલીની શુભકામનાઓ પાઠવી છે.

ચેરમેન સ્નેહલભાઈ પટેલે જણાવ્યું હતું કે, પાટણ APMC ખેડૂતોને ખરું તોલ, સાચો મોલ અને રોકડ નાણાંની ચુકવણી આપે છે. તેથી વધુમાં વધુ ખેડૂતોને પોતાના ખેતી ઉત્પાદનો પાટણ APMCમાં વેચવા માટે આવવાનો અનુરોધ કર્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande