જામનગર સ્વદેશી મેળો: ખાખરાનું વેચાણ કરીને મંજુલાબેન મેળવી રહ્યા છે દૈનિક રૂ.૧૭ હજારની આવક
જામનગર, 16 ઓક્ટોબર (હિ.સ.) : સ્વદેશી અભિયાન તથા વોકલ ફોર લોકલ અભિયાનને સફળ બનાવવા માટે ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં સ્વદેશી મેળાઓનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે જામનગર શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં યોજાયેલા સ્વદેશી મેળામાં લોકો બહોળી
સ્વદેશી મેળામાં ખાખરાનું વેચાણ


જામનગર, 16 ઓક્ટોબર (હિ.સ.) : સ્વદેશી અભિયાન તથા વોકલ ફોર લોકલ અભિયાનને સફળ બનાવવા માટે ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં સ્વદેશી મેળાઓનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે જામનગર શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં યોજાયેલા સ્વદેશી મેળામાં લોકો બહોળી સંખ્યામાં આવીને ખરીદી કરી રહ્યા છે. અહીં મંજુલાબેન નામના મહિલા વિવિધ ૧૫ ફ્લેવર્સના ખાખરા વહેચી સારી આવક મેળવી રહ્યા છે.

ચિખલીયા મંજુલાબેન જણાવે છે કે, તેઓ રિદ્ધિ સિદ્ધિ સખી મંડળના પ્રમુખ છે. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં તેઓ ૧૪ વર્ષથી ખાખરા ઉદ્યોગ ચલાવી રહ્યા છે. વિવિધ ૧૫ ફ્લેવર્સના ખાખરા જેમાં તેઓ આદુ-મરચા, પિત્ઝા, પાનીપુરી, મેથી મસલા, કોથમરી, સરગવો, ચાટમસાલા જેવા ફ્લેવર્સના ખાખરા બનાવે છે.

જામનગર મહાનગરપાલિકા દ્વારા સ્વદેશી ચીજ વસ્તુઓનું વેચાણ વધારવાના હેતુથી પ્રદર્શન ગ્રાઉન્ડમાં શોપિંગ ફેસ્ટીવલનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અમને વિનામુલ્યે સ્ટોલ ફાળવવામાં આવ્યો છે. અને જમવાનું પણ ફ્રીમાં આપે છે. આ સ્વદેશી મેળામાં બહોળી સંખ્યામાં લોકો મુલાકાત લે છે.

આ સ્ટોલ પરથી તેઓ ખાખરાનું વેચાણ કરીને દૈનિક રૂ.૧૫ હજારથી ૧૭ હજારની આવક મેળવી રહ્યા છે. દિવાળીના તહેવાર દરમિયાન મહિલાઓને વ્યવસાય કરવાની તક પૂરી પાડવા બદલ તેઓ સરકારનો આભાર વ્યક્ત કરે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande