પોરબંદર પોલીસ દ્વારા વિઝાફ્રોડ અંજે જાગૃતિ કાર્યક્રમ યોજાશે.
પોરબંદર, 16 ઓક્ટોબર (હિ.સ.) પોરબંદર જિલ્લા પોલીસ હંમેશા નાગરિકોની સુરક્ષા માટે તૈનાત છે અને પોરબંદરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સતત પ્રયાસો કરી રહી છે ત્યારે પોરબંદરમાં કોઈ વિઝા ફ્રોડના ચક્કરમાં ન ફસાય તે માટે આવતી કાલે પોરબંદર જિલ્લા પોલ
પોરબંદર પોલીસ દ્વારા વિઝાફ્રોડ અંજે જાગૃતિ કાર્યક્રમ યોજાશે.


પોરબંદર, 16 ઓક્ટોબર (હિ.સ.) પોરબંદર જિલ્લા પોલીસ હંમેશા નાગરિકોની સુરક્ષા માટે તૈનાત છે અને પોરબંદરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સતત પ્રયાસો કરી રહી છે ત્યારે પોરબંદરમાં કોઈ વિઝા ફ્રોડના ચક્કરમાં ન ફસાય તે માટે આવતી કાલે પોરબંદર જિલ્લા પોલીસ હેડક્વાટર ખાતે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે પોરબંદ પોલીસ દ્વારા જાહેર જનતા જોગ સંદેશો આપતા જણાવ્યું છે કે, પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા તમામ નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે, પાસપોર્ટ અને વિઝા સંબંધિત કોઈપણ પ્રકારની પ્રક્રિયા માટે અજાણ્યા વ્યક્તિઓ કે ખાનગી એજન્ટો દ્વારા આપવામાં આવતી ખોટી માહિતી અથવા લાલચમાં આવી કોઈ દસ્તાવેજી પ્રક્રિયા ન કરવી. પાસપોર્ટ અથવા વીઝા માટે માત્ર સરકારી અધિકૃત વેબસાઈટ અથવા અધિકૃત કેન્દ્રો મારફતે જ અરજી કરો. અજાણ્યા લિંક્સ, ઈમેલ્સ, અથવા સોશિયલ મીડિયા પર ઝડપી પાસપોર્ટ/વીઝા' જેવા મેસેજ પર વિશ્વાસ ન કરવો. જો કોઈ વ્યક્તિ પાસપોર્ટ/વીઝા બનાવવા માટે પૈસા અથવા દસ્તાવેજો માગે અને પોતે સરકારી અધિકારી હોવાનું કહે, તો તરત જ નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરવી. કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ

અથવા ઓનલાઈન ફોડ અંગે જાણ કરવા માટે પોરબંદર સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો (માહિતી આપનારનું નામ-સરનામું ગોપનીય રાખવામાં આવશે). પોરબંદર પોલીસે દ્વારા પાસપોર્ટ અને વીઝા પ્રક્રિયા અંગે જાગૃતિ સેમિનાર યોજવામાં આવશે જેમાં વિદેશમાં નોકરી માટે જવા ઇચ્છતા નાગરિકો માટે પોરબંદર પોલીસ દ્વારા આવતી કાલે તારીખઃ 17 ઓક્ટોબર 2025 ના રોજ બપોરે 12 વાગ્યે પોલીસ હેડકવાર્ટર પોરબંદર ખાતે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આ સેમિનારમાં પાસપોર્ટ અને વીઝા પ્રક્રિયાની સાચી માહિતી, જરૂરી દસ્તાવેજો, અને ફ્રોડથી બચવા માટેના ઉપાય અંગે માર્ગદર્શન આપવામાં આવશે. જેમાં પોરબંદર જિલ્લાની તમામ જાહેર જનતાને માર્ગદર્શન મેળવવા હાજર રહેવા વિનંતી છે.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande