મહિધરપુરામાં સોની સાથે રૂપિયા 53.23 લાખની છેતરપિંડી
સુરત, 16 ઓક્ટોબર (હિ.સ.) મહિધરપુરા વિસ્તારમાં દાલગીયા મહોલ્લામાં આવેલી જવેલર્સની દુકાનના માલિક સાથે પશ્ચિમ બંગાળના વેપારીએ બે સાગરીતો સાથે મળી રૂપિયા 53.23 લાખની છેતરપિંડી કરી હતી. આરોપીએ 30 દિવસમાં પેમેન્ટ આપવાનો વાયદો કરી હીરા જડિત સોનાના દાગીન
fraud


સુરત, 16 ઓક્ટોબર (હિ.સ.) મહિધરપુરા વિસ્તારમાં દાલગીયા મહોલ્લામાં આવેલી જવેલર્સની દુકાનના માલિક સાથે પશ્ચિમ બંગાળના વેપારીએ બે સાગરીતો સાથે મળી રૂપિયા 53.23 લાખની છેતરપિંડી કરી હતી. આરોપીએ 30 દિવસમાં પેમેન્ટ આપવાનો વાયદો કરી હીરા જડિત સોનાના દાગીના ખરીદ્યા હતા પરંતુ બાદમાં પેમેન્ટ ન આપી ગુમ થઇ ગયો હતો.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ, અડાજણ એલ.પી. સવાણી રોડ, મધુવન સર્કલ નજીક વાસુપુજ્ય રેસીડેન્સીમાં રહેતા રાજેશભાઈ વલ્લભભાઈ તેજાણી (ઉ.વ.46) મહિધરપુરા દાલગીયા મહોલ્લા, રાજતિલક બિલ્ડિંગના બીજા માળે ‘અનંતા જવેલર્સ’ નામે ભાગીદારીમાં સોનાની હીરા જડિત જવેલરી બનાવવાનો અને વેચાણનો વ્યવસાય કરે છે.

રાજેશભાઈની દુકાનમાંથી ગત 21 ફેબ્રુઆરીથી 24 એપ્રિલ વચ્ચે સુરજભાન સિંહ ઓમાસિંગ એ તેના સાગરીત અમિત અને ઉજ્જવલ સાથે મળી 30 દિવસમાં પેમેન્ટ ચુકવવાનો વિશ્વાસ આપી કુલ રૂપિયા 63,44,530ના મત્તાનો 486.63 ગ્રામ હીરા જડિત જવેલરીનો માલ ખરીદ્યો હતો.

પરંતુ, આરોપીએ માત્ર રૂપિયા 10,21,496 ચૂકવી બાદમાં બાકીના રૂપિયા 53,23,034ની ચુકવણી કર્યા વિના ફોન બંધ કરી ગાયબ થઇ ગયો હતો. આથી રાજેશભાઈએ મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસએ ત્રણેય આરોપીઓ સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સુરજભાનએ અગાઉ પણ સંજય નામના એક વેપારી પાસેથી માલ ખરીદી છેતરપિંડી કરી હોવાનું બહાર આવ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande