પોરબંદર, 16 ઓક્ટોબર (હિ.સ.) માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) હસ્તક પોરબંદર જિલ્લાના બોખીરા–કુછડી રોડ તથા કાંટેલા–રીણાવાડા રોડ પર પેચવર્કની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
જિલ્લામાં બોખીરા–કુછડી રોડ તથા કાંટેલા–રીણાવાડા રોડ પર વરસાદના કારણે રસ્તાઓ પર સર્જાયેલા ખાડા અને નુકસાનગ્રસ્ત ભાગોની તાત્કાલિક મરામત કરીને વાહન વ્યવહાર સુગમ બને તે માટેની કામગીરી કરવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે માગ મકાન વિભાગ પંચાયત દ્વારા
સ્થાનિક નાગરિકો અને મુસાફરો માટે મુસાફરી વધુ આરામદાયક અને સુરક્ષિત બની રહે તે માટે માર્ગ અને મકાન પંચાયત વિભાગ પંચાયત હસ્તકના દ્વારા અન્ય ગ્રામ્ય માર્ગો પર પણ આવનારા દિવસોમાં જરૂરી સુધારણા કામગીરી હાથ ધરવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya