પોરબંદર, 17 ઓક્ટોબર (હિ.સ.) પોરબંદરની હિન્દુ સ્મશાન ભુમિમાં કાળી ચૌદશની રાત્રીએ બાર વાગ્યે વડા આરોગવાનો કાર્યક્રમ યોજાશે.પોરબંદરના સોબર ગ્રુપ દ્વારા તા.20.10.2205 ને રવિવારના રોજ કાળીચૌદશ દિવસે રાત્રે 12:00 વાગ્યે વડા (કકળાટ) આરોગવાનું કાર્યક્ર્મનું આયોજન કરવામાં આવ્યું છે કાળીચૌદશના દિવસે લોકો સ્મશાન જતા ડરે છે,ત્યારે ગ્રુપના સભ્યો ચૌદશ રાત્રે ગોળ કુંડાળામાં વડા (કકળાટ) કઠવામાં આવે છે તેને એકત્ર કરી ગ્રુપના સભ્યો દ્વારા આરોગવામાં આવે છે સોબર ગ્રુપ ઓફ પોરબંદરના પ્રમુખ વિનેશ ચોલેરા,ઉપપ્રમુખ ભીખુ મહેતા તથા ગ્રુપના સભ્યો દ્વારા પોરબંદરવાસીઓને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya