આઠ મહિનાથી નાસતા ફરતા અપહરણ અને પોક્સો કેસના આરોપીને AHTU અમરેલીની ટીમે ઝડપી પાડ્યો
અમરેલી, 17 ઓક્ટોબર (હિ.સ.): અમરેલીની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU)ને મોટી સફળતા મળી છે. આઠ મહિનાથી અપહરણ અને પોક્સો (POCSO)ના ગુનામાં નાસતા ફરતા એક આરોપીને પોલીસે ટેક્નિકલ સોર્સના આધારે ભોગબનનાર સાથે મળી ઝડપ્યો છે. આરોપી વિરુદ્ધ અગાઉથી જ ગંભ
આઠ મહિનાથી નાસતા ફરતા અપહરણ અને પોક્સો કેસના આરોપીને AHTU અમરેલીની ટીમે ઝડપી પાડ્યો


અમરેલી, 17 ઓક્ટોબર (હિ.સ.): અમરેલીની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU)ને મોટી સફળતા મળી છે. આઠ મહિનાથી અપહરણ અને પોક્સો (POCSO)ના ગુનામાં નાસતા ફરતા એક આરોપીને પોલીસે ટેક્નિકલ સોર્સના આધારે ભોગબનનાર સાથે મળી ઝડપ્યો છે. આરોપી વિરુદ્ધ અગાઉથી જ ગંભીર ગુનાનો દાખલો નોંધાયો હતો, અને ત્યારથી તે સતત પોલીસની નજરથી બચી રહ્યો હતો.

AHTUની ટીમે ગુપ્ત માહિતીના આધારે તપાસ શરૂ કરી હતી. ટેક્નિકલ સર્વેલન્સ અને કોલ ડિટેલ એનાલિસિસ દ્વારા પોલીસે આરોપીની હિલચાલ ટ્રેસ કરી અને યોગ્ય સમયે છાપો મારીને તેને કાબૂમાં લીધો. ધરપકડ દરમિયાન આરોપી ભોગબનનાર સાથે જ હતો, જેને સલામત રીતે બચાવી લેવામાં આવી છે.

પોલીસના જણાવ્યા મુજબ, આરોપી સામે બાળ સુરક્ષા અધિનિયમ હેઠળ ગંભીર કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. AHTUની આ કાર્યવાહી અમરેલી જિલ્લામાં માનવ તસ્કરી અને બાળ શોષણ વિરુદ્ધની લડતમાં મહત્વપૂર્ણ સફળતા માનવામાં આવી રહી છે. આરોપીએ અન્ય કોઈ ગુનામાં સંડોવણી તો નથી ને તેે બાબતે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande