પોરબંદરમા કૃષિ વિકાસ દિવસ અને રવિ કૃષિ મહોત્સવ ની ઉજવણી કરાઇ.
પોરબંદર, 17 ઓક્ટોબર (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાત રાજ્યની અવિરત વિકાસયાત્રાના ગૌરવપૂર્ણ 24 વર્ષ નિમિતે સમગ્ર રાજ્યમાં વિકાસ સપ્તાહ-2025 ની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે જિલ્લાના ખેડૂતોને અદ્યતન કૃષિ ટેકનોલોજી વિશે મ
પોરબંદરમા કૃષિ વિકાસ દિવસ અને રવિ કૃષિ મહોત્સવ ની ઉજવણી કરાઇ.


પોરબંદરમા કૃષિ વિકાસ દિવસ અને રવિ કૃષિ મહોત્સવ ની ઉજવણી કરાઇ.


પોરબંદરમા કૃષિ વિકાસ દિવસ અને રવિ કૃષિ મહોત્સવ ની ઉજવણી કરાઇ.


પોરબંદર, 17 ઓક્ટોબર (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાત રાજ્યની અવિરત વિકાસયાત્રાના ગૌરવપૂર્ણ 24 વર્ષ નિમિતે સમગ્ર રાજ્યમાં વિકાસ સપ્તાહ-2025 ની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે જિલ્લાના ખેડૂતોને અદ્યતન કૃષિ ટેકનોલોજી વિશે માર્ગદર્શન તેમજ યોજનાકીય સહાય વિતરણના ભાગરૂપે કુંવરજી બાવળીયાના અધ્યક્ષ સ્થાને પોરબંદર જિલ્લાના રાતીયા ગામ ખાતે કૃષિ વિકાસ દિવસ અને રવિ કૃષિ મહોત્સવ 2025 નો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો.

કુંવરજી બાવળીયાએ રવિ કૃષિ મહોત્સવના આયોજન પ્રસંગે ઉપસ્થિત રહેલા ખેડૂતોને સંબોધતાં જણાવ્યું હતું કે, આ કૃષિ મહોત્સવનો મુખ્ય હેતુ ખેડૂતોને ખેતીના આધુનિક અને વૈજ્ઞાનિક પદ્ધતિઓ અંગે માર્ગદર્શન આપવાનો છે, જેથી ખેતી વધુ સમૃદ્ધ અને આવકવર્ધક બની શકે.

તેમણે જણાવ્યું કે, એક સમય એવો હતો જ્યારે આપણો દેશ તેલ, ઘઉં સહિતની ખેત પેદાશો માટે આયાત પર આધાર રાખતો હતો, જ્યારે આજે આપણા દેશના ખેડૂતોના અવિરત પરિશ્રમ અને નવી ટેકનોલોજીના સ્વીકારના કારણે દેશ નિકાસકાર તરીકે ઉભર્યો છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી તરીકેની જવાબદારી સંભાળ્યા બાદ ખેતી અને ખેડૂત હિતના અનેક નિર્ણયો લીધા, જેના કારણે દેશની ખેતી વ્યવસ્થા વધુ મજબૂત બની છે. વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ખેતી ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ થઈ છે અને ખેડૂત આર્થિક રીતે સમૃદ્ધ બન્યા છે.

તેમણે વધુમાં જણાવ્યું કે આપાતકાલીન પરિસ્થિતિમાં ખેડૂતોને રાહત મળે તે માટે વડાપ્રધાનએ કિસાન સન્માન નિધિ યોજનાનો આરંભ કર્યો હતો, જેના અંતર્ગત DBT મારફતે સીધા ખેડૂતોના ખાતામાં સહાય જમા થાય છે. ખેડૂતોને મળતી શૂન્ય ટકા વ્યાજની લોન, પશુ આરોગ્ય મેળાઓ અને કૃષિ મેળાઓ દ્વારા ખેડૂતોને સહાય મળી રહી છે.

ઘેડ વિસ્તારની પાણીની સમસ્યાના નિવારણ માટે સરકાર દ્વારા તૈયાર કરાયેલા માસ્ટર પ્લાન અંગે વિગતે માહિતી આપતાં તેમણે જણાવ્યું કે આ યોજના ત્રણ તબક્કામાં અમલમાં મુકાઈ છે અને આગામી સમયમાં સમસ્યા ભૂતકાળ બની જશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં “રિફોર્મ 2205વ”ના લાભો ગ્રામ્ય કક્ષા સુધી પહોંચે તે અંગે સરકાર કટિબદ્ધ છે. સાથે તેમણે “સ્વચ્છતા હિ સેવા” તથા “હર ઘર સ્વદેશી” જેવા અભિયાનોને સફળ બનાવવા સૌને જોડાવાનું આહ્વાન કર્યું હતું.અંતમાં તેમણે તમામ ઉપસ્થિત લોકોને આવનારી દિવાળી અને નૂતન વર્ષની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.

જિલ્લા પંચાયત પ્રમુખ પરબત પરમારે જણાવ્યું કે દેશના સર્વાંગી વિકાસમાં ખેડૂતોનું યોગદાન સર્વોચ્ચ રહ્યું છે. આપણા ખેડૂતોની અવિરત મહેનતના પરિણામે આજે દેશના આશરે 80 કરોડથી વધુ નાગરિકોને નિશુલ્ક અનાજ મળી રહ્યું છે. આ માટે દેશના મહેનતકશ ખેડૂતોને સાચા અર્થમાં અન્નદાતા તરીકે સન્માન મળવું જોઈએ.

પ્રમુખએ જણાવ્યું કે રાજ્ય તથા કેન્દ્ર સરકાર ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી રહી છે, જેના કારણે ખેતી વધુ સમૃદ્ધ, વૈજ્ઞાનિક અને લાભદાયક બની રહી છે. તેમણે ખેડૂતોને આધુનિક ખેતી પદ્ધતિઓ તથા નવી ટેકનોલોજી અપનાવવા અપીલ કરી હતી, જેથી ઉત્પાદનમાં વધારો તેમજ ગુણવત્તામાં સુધારો શક્ય બને.

આગળ વધતા તેમણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દુરંદેશી નેતૃત્વ હેઠળ દેશ આત્મનિર્ભર ભારત તરફ ઝડપથી આગળ વધી રહ્યો છે. સ્વદેશી વસ્તુઓ તથા ઉત્પાદનોનો સ્વીકાર કરીને દેશ આયાત પર નિર્ભરતા ઘટાડશે અને નિકાસમાં વધારો કરશે. આ રીતે દેશ આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા માટેના માર્ગ પર મજબૂત પગલા ભરી રહ્યો છે.ગોધરા ખાતે યોજાયેલા રાજ્યકક્ષાના કાર્યક્રમને નિહાળ્યો હતો સાથે કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા અપાયેલા માર્ગદર્શનને ખેડૂતોને ઝીલ્યું હતું. મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને મંજૂરી પત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ રાતીયા ગામના સરપંચ જગુભાઈ રાતીયાની મહાનુભાવો દ્વારા શાલ ઓઢાળી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમનું આયોજન જિલ્લા ખેતીવાડી અધિકારી એચ. ત્રિવેદીના માર્ગદર્શનમાં કરવામાં આવ્યું હતું તેમજ કાર્યક્રમની આભારવિધિ પણ તેમના દ્વારા કરવામાં આવી હતી.અંતે રવિ કૃષિ મહોત્સવ 2205 અંતર્ગત કૃષિ પ્રદર્શની સ્ટોલનું પ્રભારી મંત્રી કુંવરજી બાવળીયાએ ઉદ્ઘાટન કરીને વિવિધ સ્ટોરલોની મુલાકાત લીધી હતી

આ પ્રસંગે જિલ્લા કલેકટર એસ.ડી ધાનાણી, જિલ્લા વિકાસ અધિકારી બી.બી ચૌધરી, પ્રાંત અધિકારી સંદીપ જાદવ, જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન આવળા ઓડેદરા, સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ હંસા માવદીયા,તાલુકા પંચાયતના સભ્ય સર્વ રમણ રાતીયા, રામ મોકરિયા,

સરપંચ જગાભાઈ રાતીયા,કિસાન મોરચા પ્રમુખ ભીમા ઓડેદરા,અગ્રણી સર્વ વિરમ કારાવદરા, પ્રતાપ કેશવાલા,કાના મોરી,લીલાભાઇ સહિત ખેડૂતો અને ગ્રામજનો મોટી સંખ્યામાં સહભાગી થયા હતા. અત્રે ઉલ્લેખની છે કે, કૃષિ વિકાસ દિવસ અને રવિ કૃષિ મહોત્સવ 2025રાણાવાવ તાલુકાકક્ષાનો કાર્યક્રમ જાંબુ ગામ ખાતે તેમજ કુતિયાણા તાલુકાકક્ષાનો કાર્યક્રમ કાંસાબડ ગામ ખાતે યોજાયો હતો.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande