- પાંચ ટર્મ ધારાસભ્યની ટર્મ અગાઉ 2 વખત મંત્રી અને 1 વખત કેબિનેટ મંત્રી રહી ચુક્યા છે
- રંગ અવધૂત મહારાજના અને તેમના પિતા ઠાકોરભાઈના ચરણસ્પર્શ દર્શન કરી શપથ લેવા માટે રવાના થયા હતા
ભરૂચ,17 ઓક્ટોબર (હિં.સ.) રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલ ભરૂચ જિલ્લામાંથી આવે છે જેમને રાજ્યકક્ષાના મંત્રીનો પદભાર સોંપાયો છે.રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ લેવડાવ્યા ગોપનીયતાના શપથ.વહેલી સવારથી જ તેમના ઘરે સમર્થકોનો જમાવડો જામ્યો હતો .સવારે પ્રથમ રંગ અવધૂત મહારાજના અને તેમના પિતા ઠાકોરભાઈના ચરણસ્પર્શ દર્શન કરી શપથ લેવા માટે રવાના થયા હતા.
અંકલેશ્વર હાંસોટના ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલ મંત્રી પદના સપથ લેતા અભિનંદન અને શુભેચ્છાઓની વર્ષા થઈ હતી.5 ટર્મથી ઇશ્વરસિંહ પટેલ ધારાસભ્ય પદ પર રહ્યા છે .તેની પાંચ ટર્મ ધારાસભ્યની ટર્મ અગાઉ 2 વખત મંત્રી અને 1 વખત કેબિનેટ મંત્રી રહી ચુક્યા છે. હાલ ફરી ઈશ્વરસિંહ પટેલને ગુજરાત સરકારના ઉદ્યોગ લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રી તરીકેના શપથ લેતા ભરૂચ જિલ્લાના ઉદ્યોગોમાં તસવીર અને તાસીર બદલાશે .
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ