જામનગરમાં બોગસ પેઢી ઉભી કરી વધુ એક રૂ.5.03 કરોડનું બોગસ બિલિંગ કૌભાંડ
જામનગર, 17 ઓક્ટોબર (હિ.સ.) : જામનગરમાં સ્ટેટ જીએસટીએ છ દિવસ સુધી મેગા સર્ચ-ઓપરેશન હાથ ધરીને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એલ્કેશ પેઢડિયા દ્વારા 560 કરોડના બોગસ બિંલિગનું કૌભાંડ આચરી 112 કરોડની કરચોરી કરી હોવાનો પર્દાફાશ કર્યો છે. આ કૌભાંડના કેન્દ્રમાં રહેલા
GST દરોડા અને સમન્સ


જામનગર, 17 ઓક્ટોબર (હિ.સ.) : જામનગરમાં સ્ટેટ જીએસટીએ છ દિવસ સુધી મેગા સર્ચ-ઓપરેશન હાથ ધરીને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એલ્કેશ પેઢડિયા દ્વારા 560 કરોડના બોગસ બિંલિગનું કૌભાંડ આચરી 112 કરોડની કરચોરી કરી હોવાનો પર્દાફાશ કર્યો છે. આ કૌભાંડના કેન્દ્રમાં રહેલા સીએ અલ્કેશ પેઢડીયાએ એક વ્યક્તિની બોગસ પેઢી ઉભી કરીને રુ.5.03 કરોડના ખોટા બિલીંગ કરી વિશ્વાસઘાત કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

અમદાવાદ જીએસટી ટીમ દ્વારા ભાવનગર, રાજકોટ, જુનાગઢ સહિતની જુદી જુદી 27 ટીમો દ્વારા સામૂહિક સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં જામનગરના સંખ્યાબંધ વેપારીઓ, પેઢીધારકોની પેઢીઓનના બેંક એકાઉન્ટનો જે તે વેપારીની જાણ બહાર ઉપયોગ કરી સીએ અલ્કેશ પેઢડીયા વર્ષોથી બોગસ બિલીંગ કૌભાંડ આચરતો હોવાથી તેને મુખ્ય કેન્દ્રમાં રાખવામાં આવ્યો હતો.

જેમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અલ્કેશ પેઢડીયા દ્વારા આચરવામાં આવેલા 560 કરોડ રુપિયાના બોગસ બિલિંગ અને અંદાજીત 112 કરોડ રુપિયાથી વધુની કરચોરીનો પર્દાફાશ કર્યો છે. જેમાં સીએ અલ્કેશ પેઢડીયાએ જામનગર શહેરના ગુલાબનગર ક્રિષ્ણાપાર્ક શેરીનં-4માં રહેતા મોહસીનભાઈ સલીમભાઈ જુણેજાએ બેંકમાંથી લોન લીધેલી હોય, અને વધુ લોન થતી ન હોવાથી અલ્કેશ પેઢડીયાને વાત કરી હતી.

જેથી અલ્કેશભાઈએ કહેલ કે, તારા નામે પેઢી ખોલી નાખીએ અને તારા ખાતામાં બેન્ક ટ્રાન્જકેશન થશે તો લોન થઈ જશે તેમ કહીને મોહસીનભાઈના નામે આફ્રરીન એન્ટરપ્રાઈઝ નામની બોગસ પેઢી ઉભી કરી હતી. જેમાં વર્ષ 2022થી 2025 સુધીના ગાળા દરમિયાન પેઢીના જીએસટી પોર્ટલ ઉપર ભરવાપાત્ર રીટર્નમાં ખરીદ વેચાણના ખોટા બીલો બતાવી આશરે રુ.5,03,29,387ની વેરા શાખા જાણ બહારનો ઉલ્લેખ કરી છેતરપિંડી કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande