- કોસમડી બાજુથી ત્રણ ખાટકીઓ ગૌમાંસ અને હાડકા ભરી જીતાલી બાજુ જતા હતા
ભરૂચ,17 ઓક્ટોબર (હિ.સ.)
અંકલેશ્વર બજરંગ દળના સભ્યોએ આજરોજ અંકલેશ્વર જીઆઇડીસીના છેડે આવેલ યોગી એસ્ટેટ વાળા રસ્તે પાણીની ટાંકીની બાજુમાં કોસમડી બાજુથી જીતાલી તરફ ગૌમાસ તેમજ હાડકા ભરીને લઈ જતી પીક અપને શોભાવી તેમાં તપાસ કરતાં હાડકા અને માસ મળી આવ્યું હતું. જેથી શંકાના આધારે 112 ની ટીમને કોલ કરી બોલાવી હતી જેની મદદથી અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરાય હતી.આટલી મોટી માત્રામાં ગૌમાંસ અને હાડકા લઈને તેનું શું કરતા હશે કેટલા સમયથી આ કાર્ય ગેરકાયદેસર ચાલતું હશે તેની સઘન તપાસ જરૂરી માટે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન ખાતે લઈ જઈ કાયદેસર કાર્યવાહી કરવા સોંપી દેવાયા હતા.
ગેરકાયદેસર વેપલો કરતા ઝડપાયેલા ગુન્હેગારોની તેમજ તેના સાગરીતોની તપાસ અત્યંત જરૂરી છે .ગૌવંશના શરીરના અવયવોનું આ રીતે ખુલ્લે આમ વહન કરતા ખાટકીઓમાં પોલીસનો કે કાયદાનો કોઈ ખોફ નહી હોવાનું સાબિત થઈ રહ્યું છે આવા તત્વોને કાયદો અને પોલીસની ધાકની જરૂર છે.GJ -16 - AY - 3050 બોલેરો પીકઅપનો ડ્રાઈવર મુસ્લીમ હોય તેમ છતાં હિન્દુ ધર્મના સંત રામાપીરના નામની ટીશર્ટ પહેરેલી હતી .આમ હિન્દુ ધર્મની ટીશર્ટ પહેરી લોકોની આંખમાં ધૂળ નાખી આ ગેરકાયદેસર ગૌવંશના માંસ અને હાડકાનો વેપલો કરતો હતો તેની સાથે બે માણસો પણ હતા જેણે પણ રામાપીરના નામની ટીશર્ટ પહેરેલી હતી.
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ