આયુષ્માન ભારત યોજનાથી રાતીયા ગામના લાભાર્થીને મળ્યો નિઃશુલ્ક સારવારનો લાભ.
પોરબંદર, 17 ઓક્ટોબર (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાત રાજ્યની અવિરત વિકાસયાત્રાેના 24 વર્ષ પૂર્ણ થયા છે અને રાજ્ય ૨૫મા મંગલ વર્ષમાં પ્રવેશી રહ્યું છે. આ અવસરે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં વિકાસ સપ્તાહ અંતર્ગત વિકાસ રથ દ્વ
આયુષ્માન ભારત યોજનાથી રાતીયા ગામના લાભાર્થીને મળ્યો નિઃશુલ્ક સારવારનો લાભ.


આયુષ્માન ભારત યોજનાથી રાતીયા ગામના લાભાર્થીને મળ્યો નિઃશુલ્ક સારવારનો લાભ.


પોરબંદર, 17 ઓક્ટોબર (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાત રાજ્યની અવિરત વિકાસયાત્રાેના 24 વર્ષ પૂર્ણ થયા છે અને રાજ્ય ૨૫મા મંગલ વર્ષમાં પ્રવેશી રહ્યું છે. આ અવસરે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં વિકાસ સપ્તાહ અંતર્ગત વિકાસ રથ દ્વારા ગામડે ગામડે જઈ વિવિધ યોજનાઓ અંગે જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે તેમજ લાભાર્થીઓના પ્રતિભાવો મેળવવામાં આવી રહ્યા છે.

આ અભિયાન દરમિયાન વિકાસ રથ પોરબંદર જિલ્લાના રાતીયા ગામે પહોંચ્યું ત્યારે ગામના રહેવાસી રાજેશ સવદાસભાઈ રાઠોડે આયુષ્માન ભારત યોજના અંગે પોતાનો સકારાત્મક અનુભવ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, તેમના દાદીમા સોનીબેનનું કમરના દુઃખાવાની સારવાર રાજકોટની ખાનગી હોસ્પિટલમાં આયુષ્માન ભારત યોજના હેઠળ સંપૂર્ણપણે નિઃશુલ્ક થઈ હતી જેનો અંદાજિત ખર્ચ રૂપિયા એક લાખ જેટલો થવાનો હતો, પરંતુ આ યોજનાના લાભથી તેમને કોઈ આર્થિક બોજો સહન કરવો પડ્યો નથી.

રાજેશભાઈએ સરકારનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું કે આ યોજના જેવી પ્રજાલક્ષી પહેલથી સામાન્ય લોકો માટે આરોગ્યસેવાનો લાભ સરળતાથી ઉપલબ્ધ થયો છે. સરકારની આ યોજના ગ્રામ્ય વિસ્તારમાં રહેલા નાગરિકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande