મહેસાણા, 17 ઓક્ટોબર (હિ.સ.) મહેસાણા દૂધ સાગર ડેરી ખાતે આજે નિયામક મંડળની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં ચેરમેનની અધ્યક્ષતામાં તમામ નિયામક મંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન ડેરીના સર્વાંગી વિકાસ અને પશુપાલકોના હિતમાં અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.નિયામક મંડળે દૂધના ઉત્પાદન, સંકલન અને વિતરણ વ્યવસ્થાને વધુ આધુનિક બનાવવા માટેના પ્રસ્તાવો પર વિચારવિમર્શ કર્યો. સાથે જ પશુપાલકોને વધુ ભાવ, ચારો સહાય અને પશુ આરોગ્ય સેવાઓ સુધારવા માટેની યોજનાઓ પર પણ ચર્ચા થઈ.બેઠક દરમિયાન ડેરીના નવનિર્માણ પ્રોજેક્ટ, ટેકનોલોજીકલ સુધારણા અને નવા માર્કેટિંગ નેટવર્ક વિશે માર્ગદર્શન અપાયું. ચેરમેનએ જણાવ્યું કે “દૂધ સાગર ડેરીનું મુખ્ય ધ્યેય પશુપાલકોની આર્થિક સમૃદ્ધિ વધારવાનું છે અને દરેક નિર્ણય એ દિશામાં જ લેવાઈ રહ્યો છે.”બેઠક અંતે તમામ સભ્યોએ સંકલ્પ કર્યો કે દૂધ સાગર ડેરીને રાજ્યની અગ્રણી સહકારી સંસ્થા તરીકે વધુ મજબૂત બનાવવા માટે એકજૂટ થઈને કામ કરશે.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR