ગાંધીનગર, 17 ઓક્ટોબર (હિ.સ.) ગાંધીનગરમાં રાજભવન ખાતે આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુલાકાત કરી હતી.
રાજ્ય માહિતી વિભાગ એ માહિતી આપતા જણાવ્યું હતું કે આ મુલાકાત દરમ્યાન મુખ્યમંત્રીએ ગુજરાતના મંત્રી મંડળની વર્તમાન સ્થિતિ અંગે રાજ્યપાલને માહિતગાર કર્યા હતા. તેમજ રાજ્યપાલ પાસેથી મંત્રી મંડળના સભ્યોની શપથવિધિ યોજવા અનુમતિ માંગી હતી.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ