સાણંદ તાલુકાના ખીચા ગામમાં પ્રાકૃતિક કૃષિ, મૂલ્ય વર્ધન પર ખેડૂત તાલીમ યોજાઈ
- પ્રાકૃતિક કૃષિ ફાર્મ મોડેલ, મધમાખી ઉછેર અને કાલા નમક બુદ્ધા ડાંગરની જાત વિશે ખેડૂતોએ જાણકારી મેળવી અમદાવાદ,17 ઓકટોબર (હિ.સ.) રવિ કૃષિ મહોત્સવ-2025 અંતર્ગત સાણંદ તાલુકાના ખીચા ગામમાં પ્રાકૃતિક કૃષિ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. ખીચા ગામના પ્રગતિશ
સાણંદ તાલુકાના ખીચા ગામમાં પ્રાકૃતિક કૃષિ, મૂલ્ય વર્ધન પર ખેડૂત તાલીમ યોજાઈ


- પ્રાકૃતિક કૃષિ ફાર્મ મોડેલ, મધમાખી ઉછેર અને કાલા નમક બુદ્ધા ડાંગરની જાત વિશે ખેડૂતોએ જાણકારી મેળવી

અમદાવાદ,17 ઓકટોબર (હિ.સ.) રવિ કૃષિ મહોત્સવ-2025 અંતર્ગત સાણંદ તાલુકાના ખીચા ગામમાં પ્રાકૃતિક કૃષિ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. ખીચા ગામના પ્રગતિશીલ પ્રાકૃતિક ખેડૂત કાશીરામ વાઘેલાના મોડેલ ફાર્મ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં કૃષિ વૈજ્ઞાનિક ડૉ.જે.આઈ. નાણાવટીએ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિની પદ્ધતિઓ પર માર્ગદર્શિત કર્યા હતા. જ્યારે, કૃષિ વૈજ્ઞાનિક ધવલસિંહ પઢેરીયા અને ડૉ. એન.એમ.વેગડાએ ખેત ઉત્પાદિત પાકોના મૂલ્ય વર્ધન વિષય પર માહિતી આપી હતી. મદદનીશ નિયામક અશ્વિન પટેલે ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓ વિશે જાણકારી આપી હતી.

આ ઉપરાંત, પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના જિલ્લા સંયોજક ગજેન્દ્રસિંહ વાઘેલાએ ખેડૂતોને ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશન (FPO) બનાવવા વિશે રસપ્રદ માહિતી આપી અને પોતાના પ્રાકૃતિક કૃષિના અનુભવો કહ્યાં હતાં. ત્યારબાદ, મોડેલ ફાર્મના માલિક કાશીરામ વાઘેલાએ ખેડૂતો આગળ પોતાના અનુભવો રજૂ કર્યા હતા અને તેમના ખેતરની મુલાકાત કરાવી મધમાખી ઉછેરની મધ પેટીનું નિદર્શન કરાવ્યું હતું.

અંતમાં, વર્ષો જૂની ડાંગરની જાત કાલા નમક બુદ્ધાના નિદર્શન માટે ખેતરની મુલાકાત કરાવી હતી અને તેની વિશેષતા અને ફાયદાઓ વિશે વિસ્તૃત ચર્ચા કરી સૌને માહિતગાર કર્યા હતાં.

અધિકારીઓ, કૃષિ વૈજ્ઞાનિકો તેમજ પ્રગતિશીલ ખેડૂતો દ્વારા આપવામાં આવેલી આ માહિતી, માર્ગદર્શન અને જ્ઞાન થકી આ કાર્યક્રમ ખેડૂતો માટે અત્યંત ઉપયોગી સાબિત થયો હતો.

આ પ્રસંગે ખીચા ગામના સરપંચ સોંડાભાઈ વાઘેલા, ખેતીવાડી વિભાગના અધિકારીઓ, આત્મા પ્રોજેક્ટના પ્રતિનિધિઓ, પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના સંયોજક ગજેન્દ્રસિંહ વાઘેલા અને અમદાવાદ જિલ્લામાંથી મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande