જામનગરના કાલાવડ એપીએમસીમાં વહેલી સવારથી ખેડૂતો પાક વેચવા પહોંચ્યા : એક કિમી સુધી વાહનોની લાંબી કતાર
જામનગર, 17 ઓક્ટોબર (હિ.સ.) જામનગર જિલ્લાના કાલાવડ માર્કેટિંગ યાર્ડમાં જણસી ભરેલાં વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. માર્કેટિંગ યાર્ડ બહાર વાહનોની એક કિમી સુધીની લાઈનો લાગી હતી. ખેડૂતો પોતાનો પાક વેચવા માટે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં કાલાવડ AP
યાર્ડ બહાર વાહનોની કતાર


જામનગર, 17 ઓક્ટોબર (હિ.સ.) જામનગર જિલ્લાના કાલાવડ માર્કેટિંગ યાર્ડમાં જણસી ભરેલાં વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. માર્કેટિંગ યાર્ડ બહાર વાહનોની એક કિમી સુધીની લાઈનો લાગી હતી. ખેડૂતો પોતાનો પાક વેચવા માટે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં કાલાવડ APMC પહોંચ્યા હતા. મગફળી અને કપાસના સારા ભાવ મળતાં ખેડૂતોની દિવાળી સુધરી છે.જામનગર હાઇવે પર આવેલા આ માર્કેટિંગ યાર્ડમાં વાવડી રોડથી જામનગર રોડ સુધી એક કિલોમીટર લાંબી વાહનોની કતાર જોવા મળી હતી. આ વાહનોમાં મગફળી, કપાસ, અડદ સહિતની વિવિધ જણસી ભરેલી હતી.કાલાવડ APMCના સેક્રેટરી રમણીક પટેલે જણાવ્યું કે, યાર્ડમાં કપાસના પ્રતિ મણનો ભાવ રૂ. 1100થી લઈ રૂ. 1550 સુધીનો મળી રહ્યો છે. જ્યારે મગફળીનો મણનો ભાવ રૂ.800થી લઈ 1300 રૂપિયા સુધીનો ભાવ મળી રહ્યો છે.વધુમાં જણાવ્યું હતું કે, કાલાવડ માર્કેટયાર્ડમાં ગત વર્ષે મગફળીનો 800થી લઈ 1270 સુધીના ભાવો ખેડૂતોને મળ્યા હતા. જ્યારે કપાસના 1300થી લઈ 1595 સુધી ભાવ મળ્યા હતા. ગત વર્ષની તુલનામાં આ વર્ષે પણ ભાવમાં ખાસ કોઈ વધુ ફરક જોવા મળ્યો નથી.માર્કેટયાર્ડમાં વ્યવસ્થા અંગે જણાવ્યું કે, ખેડૂતોને કોઈ અગવડતા ન પડે એ માટે જરૂરી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જમવા માટે માર્કેટિંગ યાર્ડની અંદર જ કેન્ટિંગ છે તેમજ પીવા માટે ઠંડા પાણીના કૂલરની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે. યાર્ડમાં મોટી સંખ્યામાં ખેડૂતો વાહનોની લાંબી કતાર લગાવીને બેઠા છે. ત્યારે માર્કેટિંગ યાર્ડ દ્વારા રજિસ્ટ્રેશનની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. નોંધણી કરાવેલાં વાહનોને એ મુજબ માર્કેટિંગ યાર્ડની અંદર પ્રવેશ કરાવવામાં આવે છે, જેથી કોઈ અવ્યવસ્થા ન સર્જાઈ અને ખેડૂતોને કોઈ મુશ્કેલી ન પડે.

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande