નવસારી, 17 ઓકટોબર (હિ.સ.): નવસારી જિલ્લામાં ચીખલી ખાતે જાહેર સુરક્ષા તથા માર્ગ પર અવરજવર સરળતાથી થઈ શકે તે હેતુથી નવસારી (માર્ગ અને મકાન) પેટા વિભાગ, ચીખલી
હસ્તકના આવેલ રસ્તા બામણવેલ હરણગામ દોણજા રોડ, વગેરે ઉપર 8 માણસોની અલગ-અલગ ટીમ, 4 ગ્રાસ કટર મશીનરીનોઉપયોગ કરીને જંગલકટીંની કામગીરી હાથ ધરેલ છે.
આ કામગીરી અંતર્ગત ઝાડ, પાંદડા, ઘાસ વગેરેને હટાવવાની કામગીરી શરૂ કરવામામાં આવી છે, જેથી વાહનવ્યવહાર સરળતાથી ચાલી શકે તેમજ અકસ્માતના બનાવો ન બને. આ કામગીરીમાં રસ્તાની ડામર સપાટી તથા સાઈડ સોલ્ડરમાં ઊગી નીકળેલ ઝાડ, ઘાસ વગેરે અવરોધ ઊભો કરતા ઝાડોને મશીનરી અને ટીમની મદદથી દુર કરવામાં આવશે
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ