આંબા પાકની ખેતી કરતા ખેડૂતોને જીવાત નિયંત્રણના આગોતરા આયોજન માટે ભલામણ મધીયો/ડેઘા જીવાતના નિયંત્રણ કરવા દશપર્ણી અર્ક-નિમાસ્ત્રનો છંટકાવ જરૂરી
સોમનાથ 17 ઓક્ટોબર (હિ.સ.) આંબા પાકની ખેતી કરતા ખેડૂત મિત્રોને બાગાયત વિભાગના સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર મેંગો-તાલાલા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ચાલુ વર્ષે આંબા પાકમાં ફ્લાવરિંગની શરૂઆત નવેમ્બર માસમાં થઈ શકે તેમ હોય જેને ધ્યાને લઈ મધીયો/ડેઘા જીવ
આંબા પાકની ખેતી કરતા ખેડૂતોને જીવાત નિયંત્રણના આગોતરા આયોજન માટે ભલામણ મધીયો/ડેઘા જીવાતના નિયંત્રણ કરવા દશપર્ણી અર્ક-નિમાસ્ત્રનો છંટકાવ જરૂરી


સોમનાથ 17 ઓક્ટોબર (હિ.સ.) આંબા પાકની ખેતી કરતા ખેડૂત મિત્રોને બાગાયત વિભાગના સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર મેંગો-તાલાલા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ચાલુ વર્ષે આંબા પાકમાં ફ્લાવરિંગની શરૂઆત નવેમ્બર માસમાં થઈ શકે તેમ હોય જેને ધ્યાને લઈ મધીયો/ડેઘા જીવાતના નિયંત્રણના આગોતરા આયોજન માટે કેટલીક ભલામણો કરવામાં આવી છે.

આ ભલામણો અનુસાર હાલ બગીચામાં સાફ-સફાઈ કરવી નિંદામણ નિયંત્રણ કરવું તેમજ સુકાયેલી ડાળીઓ અને રોગીષ્ઠ ડાળીઓને કાપી બોરડો પેસ્ટ લગાવવું. ડાળીઓ પર જો ફૂગનું પ્રમાણ દેખાય તો તાપમાન 30 ડિગ્રી કરતાં નીચું હોય ત્યારે કોપર ઓક્સી ક્લોરાઇડ અથવા છાશના છંટકાવ કરવા અને આંબાનો મધીયો જીવાત હાલ સુસુપ્ત અવસ્થામાં ઝાડના થડની તિરાડોમાં છુપાયેલી હોય જેના નિયંત્રણ માટે નીમ ઓઇલ અથવા દશપર્ણી અર્ક અથવા નિમાસ્ત્રનો છંકાવ કરી શકાય છે.

રાસાયણિક નિયંત્રણ માટે પ્રોફેનો સાઇપર અથવા ઈમીડાક્લોપ્રીડ અથવા થાયોમેથોકઝામ જેવી દવાઓનો છંટકાવ ડાળીઓ અને થડ પર કરી આ જીવાતને ઉગતા જ ડામવી વધુમાં ખેડૂત મિત્રોને જણાવનું કે ફ્લાવરિંગ આવ્યા પછી 20 થી 25 દિવસ સુધી રાસાયણિક દવાનો છંટકાવ ટાળવો.

વધારે ઊંડી ખેડ ન કરવી તેમજ નિંદામણનાશક દવાઓનો ઉપયોગ ન કરવાની ભલામણ કરવામાં આવે છે.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande