દિવાળી અને અન્ય તહેવારોને અનુલક્ષી ફટાકડા ફોડવા અંગે જાહેરનામું પ્રસિદ્ધ
સોમનાથ,17 ઓક્ટોબર (હિ.સ.) ધનતેરસ, દિવાળી, નૂતનવર્ષ સહિતના તહેવારોને અનુલક્ષી અને ગીર સોમનાથની ભૌગોલિક રચના અને ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં લઈ તહેવારો દરમિયાન ફટાકડાં/દારૂખાનાથી આગ લાગવાની શક્યતા તેમજ રાહદારીઓને દાઝવાના કે અકસ્માત થવાની શક્યતાઓ રહ
દિવાળી અને અન્ય તહેવારોને અનુલક્ષી ફટાકડા ફોડવા અંગે જાહેરનામું પ્રસિદ્ધ


સોમનાથ,17 ઓક્ટોબર (હિ.સ.) ધનતેરસ, દિવાળી, નૂતનવર્ષ સહિતના તહેવારોને અનુલક્ષી અને ગીર સોમનાથની ભૌગોલિક રચના અને ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં લઈ તહેવારો દરમિયાન ફટાકડાં/દારૂખાનાથી આગ લાગવાની શક્યતા તેમજ રાહદારીઓને દાઝવાના કે અકસ્માત થવાની શક્યતાઓ રહેલી છે. જેથી જિલ્લા મેજિસ્ટ્રેટ એન.વી.ઉપાધ્યાય દ્વારા તહેવારો દરમિયાન ફટાકડા ફોડવા પર નિયમન અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.

આ જાહેરનામાં અનુસાર હોસ્પિટલ, નર્સિંગ હોમ, આરોગ્ય કેન્દ્રો, શૈક્ષણિક સંસ્થાઓ, ન્યાયાલયો, ધાર્મિક સ્થળોની ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તાર(સાયલન્ટ ઝોન)માં કોઈપણ પ્રકારના ફટાકડા ફોડી શકાશે નહી. કોઇ પણ પ્રકારના વિદેશી ફટાકડા આયાત કરી શકાશે નહી, રાખી કે વેચાણ કરી શકાશે નહીં.

દિવાળીના તહેવારો કે અન્ય તહેવારો દરમિયાન રાત્રીના ૮ થી રાત્રીના ૧૦ દરમિયાન તેમજ ક્રિસમસ તથા નૂતન વર્ષના તહેવારમાં રાત્રે ૨૩:૫૫ કલાકથી ૦૦:૩૦ દરમિયાન જ ફટાકડા ફોડી શકાશે. તમામ ઇ-કોમર્સ વેબસાઇટ જિલ્લામાં ફટાકડાના વેચાણ માટે ઓનલાઇન ઓર્ડર લઈ શકશે નહી કે ઓનલાઇન વેચાણ કરી શકશે નહી.

લોકોને અગવડ ઉભી ન થાય કે કોઇ પણ ભયજનક પરિસ્થિતિનું નિર્માણ ન થાય તે માટે જિલ્લાની બજારો, શેરીઓ, ગલીઓ, જાહેર રસ્તાઓ, પેટ્રોલપંપ, સી.એન.જી.પંપ, એલ.પી.જી. બોટલીગ પ્લાન્ટ, એલ.પી.જી. ગેસના સ્ટોરેજ કે અન્ય સળગી ઉઠે તેવા પદાર્થોને સંગ્રહ કરેલા ગોદામોની નજીકમાં ફટાકડા ફોડી શકાશે નહી.

ગ્રીન તથા માન્યતા પ્રાપ્ત ફટાકડા કે જે ઓછા એમિશન ઉત્પન્ન કરે છે તેના ઉત્પાદન અને વેંચાણની પરવાનગી આપવામાં આવી છે. તે સિવાયના તમામ ફટાકડાના ઉત્પાદન અને વેંચાણ પર પ્રતિબંધ રહેશે. ભારે ઘોંઘાટવાળા ફટાકડા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક હોવાથી તથા વધુ પ્રમાણમાં હવાનું પ્રદુષણ અને ઘન કચરો પેદા કરતા બાંધેલા ફટાકડાં પર સુપ્રિમ કોર્ટ દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવેલો છે.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande