સોમનાથ,17 ઓક્ટોબર (હિ.સ.) સિટી સર્વે સુપ્રિટેન્ડન્ટ અને અધિક મામલતદારની કચેરી પહેલા જિલ્લા સેવા સદન, ઈણાજ ખાતે કાર્યરત હતી. હવે સિટી સર્વે કચેરીને નગરપાલિકા શોપિંગ સેન્ટર, વિસા સોરઠિયા વણિક જ્ઞાતિની વાડીની બાજુમાં, ગોલારાણા ચોકડી, ૬૦ ફૂટ રોડ, વેરાવળ, ૩૬૨૨૬૫ ખાતે સ્થળાંતર કરવામાં આવી છે.
સિટી સર્વે સુપ્રિટેન્ડન્ટની કચેરીને લગતી તમામ પ્રકારની કામગીરી નગરપાલિકા શોપિંગ સેન્ટર, વિસા સોરઠિયા વણિક જ્ઞાતિની વાડીની બાજુમાં, ગોલારાણા ચોકડી, ૬૦ ફૂટ રોડ, વેરાવળ, ૩૬૨૨૬૫, ગીર સોમનાથ સરનામેથી કાર્યરત કરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ