પી.જી.વી.સી.એલના સામાજિક ઉત્તરદાયિત્વ થકી સેવાકાર્યોને વેગ અપાયો સામાજિક અને શૈક્ષણિક કાર્યોની પહોંચ વધારવા ટ્રસ્ટને ઇકો કાર અપાઈ
સોમનાથ,17 ઓક્ટોબર (હિ.સ.) પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL) દ્વારા તેમના કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR) કાર્યક્રમ હેઠળ ગીર સોમનાથ સ્થિત સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટને એક મારુતિ સુઝુકી ઇકો કારનું દાન કરવામાં આવ્યું હતું.
પી.જી.વી.સી.એલના સામાજિક

પીજીવીસીએલ દ્વારા આપવામાં આવેલું આ વાહન ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવતા વિવિધ સામાજિક અને શૈક્ષણિક સેવા કાર્યોની પહોંચ વધારવામાં અને વહીવટી પ્રવૃત્તિઓમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે.આ પ્રસંગે સાંસદ રાજેશ ચુડાસમાએ જણાવ્યું કે, પીજીવીસીએલનું આ યોગદાન સામાજિક ઉત્તરદાયિત્વનું ઉત્તમ ઉદાહરણ છે. સાંપ્રત ટ્રસ્ટને મળેલ આ કાર સેવાકાર્યોને વધુ સરળ અને અસરકારક બનાવશે.

કલેક્ટર એન. વી. ઉપાધ્યાયે આ કાર્યની સરાહના કરતાં કહ્યું કે, જિલ્લામાં શૈક્ષણિક અને સામાજિક ક્ષેત્રે સક્રિય સંસ્થાઓને કોર્પોરેટ જગત તરફથી મળતો સહયોગ સકારાત્મક પરિવર્તન લાવે છે.

પીજીવીસીએલના કાર્યપાલક ઈજનેર જી. બી. વાઘેલાએ આ દાનની વિગતો આપતાં જણાવ્યું હતું કે, અમે સાંપ્રત ટ્રસ્ટના સેવાકાર્યોની કદર કરીએ છીએ અને તેમને મદદરૂપ થવા બદલ આનંદ અનુભવીએ છીએ.સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના સંચાલકોએ આ ઉમદા દાન બદલ પીજીવીસીએલ અને ઉપસ્થિત તમામ મહાનુભાવોનો આભાર વ્યક્ત કર્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ

 rajesh pande