ગીર સોમનાથ જિલ્લામાં ૧,૩૪,૦૭૩ બાળકોને પોલિયોના ટીપા પીવડાવી રક્ષિત કરાયા
ગીર સોમનાથ 17 ઓક્ટોબર (હિ.સ.) જિલ્લા કલેક્ટર એન.વી.ઉપાધ્યાય તેમજ જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકરના માર્ગદર્શન હેઠળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પી.એન.બરુઆ સૂચનાથી તમામ આરોગ્ય કેન્દ્ર અને તમામ પોલિયો બુથના પર, ૦ થી ૫ વર્ષના બાળકોને પોલિયોના ટીપ
બાળકોને પોલિયોના ટીપા


ગીર સોમનાથ 17 ઓક્ટોબર (હિ.સ.) જિલ્લા કલેક્ટર એન.વી.ઉપાધ્યાય તેમજ જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકરના માર્ગદર્શન હેઠળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પી.એન.બરુઆ સૂચનાથી તમામ આરોગ્ય કેન્દ્ર અને તમામ પોલિયો બુથના પર, ૦ થી ૫ વર્ષના બાળકોને પોલિયોના ટીપા પીવડાવવા ઝૂંબેશ હાથ ધરવામાં આવી હતી.

આ ઝૂંબેશ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં ૧,૩૪,૦૭૩ બાળકોને પોલિયોના ટીપા પીવડાવી રક્ષિત કરવામાં આવ્યાં છે. પોલિયોના ટીપાની સાથે બાળકોને રમકડાં, ચોકલેટ સહિતની વસ્તુ આપવામાં આવી હતી. આ રીતે ગીર સોમનાથ જિલ્લામાં સુપરવાઈઝર તેમજ કર્મચારીઓ દ્વારા ખૂબ જ ઉત્તમ કામગીરી કરી બાળકોને પોલિયોથી રક્ષિત કર્યા હતાં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande