ગીર સોમનાથ, 17 ઓક્ટોબર (હિ.સ.) સુત્રાપાડા શહેર ભારતીય જનતા પાર્ટી દ્રારા કાર્યશાળા આત્મનિભર ભારત સંકલ્પ અભિયાન બેઠક મળી જેમાં ગીર સોમનાથ જિલ્લા ભાજપ મહામંત્રી દિલીપબારડ અને ગીરસોમનાથ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ અને જિલ્લા આત્મનિભર ભારત સહઇન્ચાજ મંજુલાબેન સુયાણી અને સુત્રાપાડા શહેર ભાજપ પ્રમુખ સુરસિંહભાઈ મોરી અને સુત્રાપાડા નગરપાલિકા પ્રમુખ મનુભાઈ બારડ અને સુત્રાપાડા શહેર ભાજપ મહામંત્રી સિધ્ધરાજસિંહ રાઠોડ અને મહામંત્રી હરેશભાઇ કામળીયા અને સુત્રાપાડા નગરપાલિકા સભ્યઓ અને સુત્રાપાડા શહેર ભાજપ સંગઠન હોદેદારોશ્રીઓ હાજર રહ્યા.
હર ધર સ્વદેશી, ધર ધર સ્વદેશી
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ