કુંવરજી બાવળીયાએ પોરબંદર જિલ્લામાં સિંચાઈ વિભાગના વિવિધ વિકાસ કાર્યોની મુલાકાત લીધી.
પોરબંદર, 17 ઓક્ટોબર (હિ.સ.) પ્રભારીમંત્રી કુંવરજી બાવળીયાએ પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકામાં સિંચાઈ વિભાગ દ્વારા હાથ ધરાયેલા વિવિધ વિકાસલક્ષી કાર્યોની મુલાકાત લીધી હતી.મંત્રીએ બિલેશ્વર ખાતે બિલગંગા નદી પર નિર્માણાધીન પુર સંરક્ષણ દિવાલના કામનું નિ
કુંવરજી બાવળીયાએ પોરબંદર જિલ્લામાં સિંચાઈ વિભાગના વિવિધ વિકાસ કાર્યોની મુલાકાત લીધી.


કુંવરજી બાવળીયાએ પોરબંદર જિલ્લામાં સિંચાઈ વિભાગના વિવિધ વિકાસ કાર્યોની મુલાકાત લીધી.


કુંવરજી બાવળીયાએ પોરબંદર જિલ્લામાં સિંચાઈ વિભાગના વિવિધ વિકાસ કાર્યોની મુલાકાત લીધી.


પોરબંદર, 17 ઓક્ટોબર (હિ.સ.) પ્રભારીમંત્રી કુંવરજી બાવળીયાએ પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકામાં સિંચાઈ વિભાગ દ્વારા હાથ ધરાયેલા વિવિધ વિકાસલક્ષી કાર્યોની મુલાકાત લીધી હતી.મંત્રીએ બિલેશ્વર ખાતે બિલગંગા નદી પર નિર્માણાધીન પુર સંરક્ષણ દિવાલના કામનું નિરીક્ષણ કરી કામની સ્થિતિ અંગે સંબંધિત અધિકારીઓ પાસેથી માહિતી મેળવી હતી. તેમણે સ્થળ પર હાજર રહી સમયસર અને ગુણવત્તાયુક્ત કામ પૂર્ણ થાય તે માટે જરૂરી સૂચનાઓ આપી હતી.

ત્યારબાદ કાઠીયો નેસ નજીક આવેલ ફોદારા ડેમની મુલાકાત લઈને પાળા મજબૂતીકરણ તેમજ માર્ગ મરામત સંબંધિત કામગીરીની માહિતી મેળવી હતી. મંત્રીએ અધિકારીઓને પાણી સંગ્રહ ક્ષમતા જાળવવા તેમજ તમામ મરામત કાર્ય સમય મર્યાદામાં પૂર્ણ કરવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.પ્રભારી મંત્રીએ ખંભાળા ડેમની મુલાકાત લઈને તાજેતરના કામકાજ અને પાણી સંગ્રહની સ્થિતિની સમીક્ષા કરીને હાથધરનાર કામો અંગે પ્રવાસીઓ માટે સુરક્ષા સંદર્ભે તકેદારી રાખવાની વ્યવસ્થાઓ કરવા જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

ત્યારબાદ મોરાણા ગામ ખાતે સિંચાઈ વિભાગ દ્વારા હાથ ધરાયેલા કાંઠા સંરક્ષણ દિવાલનું નિરીક્ષણ કરી હતી અને જમીન ધોવાણ ન થાય તે દિશામાં કામગીરી કરવા સબંધિત વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી. સોઢાણા ગામે પોરની ગારી વિસ્તારના

તૂટી ગયેલા કોઝવેની મુલાકાત કરીને નિવારણ અર્થેના આયોજનની સમીક્ષા કરી હતી.અને સોઢાણા ફટાણા અને મજીવાણાના સીમાડા વિસ્તારમાં

ઉપવાસના વરસાદી પાણીના નિકાલ અને જમીન ધોવાણના પ્રશ્નો અંગે વિગતવાર માહિતી મેળવી નિવારણ માટે સકારાત્મક પ્રતિક્રિયા આપી હતી.

આ મુલાકાત દરમ્યાન પૂર્વ કેબિનેટ મંત્રી બાબુ બોખીરિયા, ક્ષાર અંકુશ વિભાગના કાર્યપાલક ઇજનેર મિલન સોરઠીયા, નાયબ કાર્યપાલક ઇજનેર એમ.જી.મકવાણા તેમજ પાણી પુરવઠા બોર્ડના કાર્યપાલક ઈજનેર વી. સી. રંજન, પાણી પુરવઠા બોર્ડના નાયબ કાર્યપાલક ઈજનેર આર.એલ. ચાવડા,અગ્રણી સર્વ વિરમ કારાવદરા, રામદે મોઢવાડિયા, બિલેશ્વર ગામના આગેવાન કારાભાઈ રુદરીયા, ગોગન મોરી, સરપંચઓ સહિત સ્થાનિક આગેવાનો સંલગ્ન વિભાગના અધિકારીઓ તથા સ્થાનિક પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande