મહેસાણા શહેર ભાજપ દ્વારા આત્મનિર્ભર સંકલ્પ અભિયાન અંતર્ગત કાયૅશાળા યોજાઈ
મહેસાણા, 17 ઓક્ટોબર (હિ.સ.) મહેસાણા શહેર ભાજપ દ્વારા આજે “આત્મનિર્ભર સંકલ્પ અભિયાન” અંતર્ગત વિશાળ કાયૅશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં માનનીય જીલ્લા મહામંત્રી મહેશભાઈ પટેલ મુખ્ય ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો ઉદ્દેશ્ય શહેર અને જીલ્
મહેસાણા શહેર ભાજપ દ્વારા આત્મનિર્ભર સંકલ્પ અભિયાન અંતર્ગત કાયૅશાળા યોજાઈ


મહેસાણા શહેર ભાજપ દ્વારા આત્મનિર્ભર સંકલ્પ અભિયાન અંતર્ગત કાયૅશાળા યોજાઈ


મહેસાણા, 17 ઓક્ટોબર (હિ.સ.) મહેસાણા શહેર ભાજપ દ્વારા આજે “આત્મનિર્ભર સંકલ્પ અભિયાન” અંતર્ગત વિશાળ કાયૅશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં માનનીય જીલ્લા મહામંત્રી મહેશભાઈ પટેલ મુખ્ય ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો ઉદ્દેશ્ય શહેર અને જીલ્લા સ્તરે આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરવા માટે કાર્યકરોને માર્ગદર્શન આપવાનો હતો.કાર્યક્રમ દરમિયાન મહેશપટેલે આત્મનિર્ભર ભારત અભિયાનના વિવિધ પાસાઓ વિશે વિગતવાર ચર્ચા કરી અને જણાવ્યું કે સ્થાનિક સ્તરે સ્વરોજગાર, ઉદ્યોગ અને નવીનતા દ્વારા દેશને આર્થિક રીતે વધુ મજબૂત બનાવવાનું લક્ષ્ય છે. તેમણે કાર્યકરોને પ્રેરણા આપી કે દરેક કાર્યકર પોતાના ક્ષેત્રમાં એક આત્મનિર્ભર યુવાન તૈયાર કરવાની જવાબદારી સંભાળે.કાયૅશાળામાં શહેર ભાજપ પ્રમુખ, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા. કાર્યક્રમના અંતે કાર્યકરોને આત્મનિર્ભર અભિયાન અંગે માહિતીપત્રક વિતરણ કરાયું અને નવા કાર્યક્રમોની રૂપરેખા રજૂ કરવામાં આવી. કાર્યક્રમ ઉત્સાહપૂર્ણ માહોલમાં સફળતાપૂર્વક પૂર્ણ થયો.

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande