પોરબંદર,17 ઓક્ટોબર (હિ.સ.) પોરબંદરના 195 મહાલક્ષ્મી માતાજીના મંદિરે ધનતેરસની સવારે 151 યુગલો સમૂહમાં મહામંગળા આરતી કરશે. ડ્રીમલેન્ડ સિનેમા સામે આવેલા શ્રી મહાલક્ષ્મી માતાજીના મંદિર ટ્રસ્ટ દ્વારા જણાવાયુ છે કે તા. 18-10 ધનતેરસના દિવસે શનિવારે સવારે 7:30 કલાકે 151 યુગલો દ્વારા સમૂહમાં મહામંગળા આરતીનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં નામ નોંધાવી પ્રવેશ . માટે યજમાન પાસ મેળવી લેવો. વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ અપાશે. કોઇ ચાર્જ કે ફી નહી, કોઇ હીડન ચાર્જ નહીં. બધી જ વ્યવસ્થા શ્રીમહાલક્ષ્મી મંદિર ટ્રસ્ટ તરફથી થઇ છે. આ મહા આરતીમાં યુગલને જ પ્રવેશ આપવામાં આવશે. બહેનોએ સાડી પહેરવી ફરજીયાત છે. પુરૂષોએ ટૂંકા વસ્ત્રો પહેરવા નહીં, સવારે સાત વાગ્યા પહેલા પ્રવેશ મેળવી લેવો ત્યારબાદ નો-એન્ટ્રી રહેશે. આરતીની શરૂઆતમાં માઇકમાં માર્ગદર્શન અપાય તેનું પાલન ફરજીયાત કરવું. 7:15 કલાકે માર્ગદર્શન અને વિદ્વાન બ્રાહ્મણ દ્વારા ધનતેરસની સામૂહિક મહામંગળા આરતીના મહત્વ વિશે જાણકારી આપવામાં આવશે. 7:30 થી 8 મહામંગળા આરતી 40 વર્ષથી આરતીમાં શંખ, નગારા, ઘંટ વગાડતા સ્વયંસેવકો દ્વારા આરતીનું ભવ્યાતિભવ્ય સંગીતના સૂર વહેશે. 8 કલાકે વિદ્વાન બ્રાહ્મણ દ્વારા મંત્ર પુષ્પાંજલિ અને આશીર્વચન આપવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya