દિવાળી તહેવારને ધ્યાનમાં રાખીને, અમદાવાદના એરપોર્ટ પર મુસાફરોને વહેલા પહોંચવા અપીલ
અમદાવાદ,17 ઓકટોબર (હિ.સ.) દિવાળી તહેવારને ધ્યાનમાં રાખીને અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઓથોરીટી દ્વારા મુસાફરોને એક અપીલ કરવામાં આવી છે કે દિવાળી તહેવારની સિઝનમાં મુસાફરોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થવાની સંભાવના છે, જેના કારણે
દિવાળી તહેવારને ધ્યાનમાં રાખીને, અમદાવાદના એરપોર્ટ પર મુસાફરોને વહેલા પહોંચવા અપીલ


અમદાવાદ,17 ઓકટોબર (હિ.સ.) દિવાળી તહેવારને ધ્યાનમાં રાખીને અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઓથોરીટી દ્વારા મુસાફરોને એક અપીલ કરવામાં આવી છે કે દિવાળી તહેવારની સિઝનમાં મુસાફરોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થવાની સંભાવના છે, જેના કારણે ચેક-ઇન, સુરક્ષા તપાસ અને અન્ય પ્રક્રિયાઓમાં સામાન્ય કરતાં વધુ સમય લાગી શકે છે. તેથી, અમદાવાદ એરપોર્ટ તમામ મુસાફરોને વિનંતી કરે છે કે તેઓ તેમની મુસાફરીના આયોજનમાં પૂરતો સમય ફાળવે અને ફ્લાઇટના નક્કી કરેલા સમય કરતાં વહેલા એરપોર્ટ પર પહોંચે.

દિવાળીના તહેવારમાં લોકો વેકેશન દરમિયાન ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ટ્રાવેલ કરતા હોય છે.

ત્યારે વેકેશન દરમિયાન મુસાફરોની ભીડને ધ્યાનમાં રાખીને એરપોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, મુસાફરોના વધેલા ધસારાને ધ્યાનમાં રાખીને, એરપોર્ટ સ્ટાફ દ્વારા સુરક્ષા અને સુવિધા જાળવવા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. મુસાફરોનો સમયસર સહયોગ એરપોર્ટ પર થતી પ્રક્રિયાઓને ઝડપી બનાવવામાં મદદ કરશે અને છેલ્લી ઘડીની દોડધામ અને કોઈ ફ્લાઇટ ચૂકી ન જાય તેવી પરિસ્થિતિ ટાળી શકાશે. મુસાફરોને અસુવિધા ન થાય તે માટે, એરપોર્ટ ઓથોરિટી સતત પરિસ્થિતિ પર નજર રાખી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande