માંગરોળ તાલુકાના પાલોદ ખાતે સાંસદ પ્રભુભાઈ વસાવાના હસ્તે રૂ.14.66 કરોડના ખર્ચે 66 કે.વી. મોલવણ સબસ્ટેશનનું લોકાર્પણ
સુરત , 17 ઓક્ટોબર (હિ.સ.)-માંગરોળ તાલુકાના પાલોદ ખાતે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિ. દ્વારા રૂ.14.66 કરોડના ખર્ચે 66 કે.વી. મોલવણ સબસ્ટેશનનું લોકાર્પણ તેમજ માર્ગ અને મકાન વિભાગ દ્વારા સાહોલ-કીમ-માંડવી રોડ પર રૂ.33 લાખના ખર્ચે સ્ટોર્મ વ
મોલવણ સબસ્ટેશનનું લોકાર્પણ


સુરત , 17 ઓક્ટોબર (હિ.સ.)-માંગરોળ તાલુકાના પાલોદ ખાતે

ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિ. દ્વારા રૂ.14.66 કરોડના ખર્ચે 66 કે.વી.

મોલવણ સબસ્ટેશનનું લોકાર્પણ તેમજ માર્ગ અને મકાન વિભાગ દ્વારા સાહોલ-કીમ-માંડવી

રોડ પર રૂ.33 લાખના ખર્ચે સ્ટોર્મ વોટર ડ્રેઈન, પાલોદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું

ખાતમુહૂર્ત સાંસદ પ્રભુભાઈ વસાવાના હસ્તે કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય ગણપતસિંહ

વસાવા આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

66 કે.વી. મોલવણ સબસ્ટેશનના કારણે માંગરોળ

તાલુકાના 9 ગામોના 1782 થી વધુ વીજગ્રાહકોને પૂરતો અને સાતત્યપૂર્ણ વીજળી પૂરવઠો

મળી શકશે. સુરત જિલ્લામાં કુલ 134 સબસ્ટેશનો કાર્યરત છે, જેમાં પાછલા પાંચ વર્ષમાં

સુરત જિલ્લામાં નવા 30 સબસ્ટેશનો શરૂ કરવામાં આવ્યા છે.

સાહોલ-કીમ-માંડવી ફોરલેન રસ્તાની બંને

બાજુ વરસાદી અને અન્ય વપરાશના પાણીના નિકાલ માટે ઓપન ડ્રેઇનમાં આર.સી.સી બોક્સની

કામગીરી થયા બાદ આ રોડ આજુબાજુના ગામોનાં પાણી, કેનાલ વેસ્ટ વૉટર

તથા ઇન્ડસ્ટ્રીઅલ વિસ્તારના પાણી આ ડ્રેઇનમાંથી પસાર થશે અને સ્થાનિક વિસ્તારની

પાણીની સમસ્યાનો નિકાલ આવશે.

આ પ્રસંગે તાલુકા સંગઠન પ્રમુખ

મનહરભાઈ, ઓલપાડ તા.પંચાયત પ્રમુખ નીતાબેન પટેલ, જિ.પં.ના સભ્યો અફઝલ પઠાણ, રવજીભાઈ વસાવા, કાનાભાઈ વસાવા,

જેટકોના MD ઉપેન્દ્ર પાંડે, ચીફ એન્જિનિયર રાઠોડ સહિત અધિકારીઓ, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande