જામનગર, 17 ઓક્ટોબર (હિ.સ.) જામનગરના ગુલાબ નગર વિસ્તારમાં રહેતા અને ઓટો પાર્ટ્સની દુકાન ધરાવતા અશ્વિનભાઈ રમણીકલાલ ધારવિયાની ખીમરાણા ગામના પાટીયા પાસે આવેલી ઓટો પાર્ટસની દુકાનને કોઈ તસ્કરોએ નિશાન બનાવી લીધી હતી. દુકાનની પાછલી બારીના લોખંડના સળિયા વાળી તસ્કરોએ અંદર પ્રવેશ મેળવી લીધો હતો, અને લોખંડના ઘોડામાં રાખવામાં આવેલા ટ્રકના જુદા-જુદા સ્પેરપાર્ટ વગેરે સહિત કુલ રૂપિયા 37,600ની કિંમતના માલસામાનની ચોરી કરી લઈ ગયા હતા. જે બનાવ અંગે અશ્વિનભાઈ એ પંચકોશી એ. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં એએસઆઈ એન બી જાડેજા સમગ્ર મામલામાં વધુ તપાસ ચલાવી રહ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt