અમરેલીમાં ખુશીના ઝળહળાટ: કૌશિક વેકરીયાનું નવા મંત્રીમંડળમાં સ્થાન
અમરેલી, 17 ઓક્ટોબર (હિ.સ.): અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરીયાને નવા મંત્રીમંડળમાં સ્થાન મળવાની માહિતી મળતાં અમરેલીમાં ખુશીના માહોલ ફેલાયો છે. આ મહત્વપૂર્ણ સમાચાર અમરેલીના સાંસદ ભરત સુતરીયાએ ફ્રેમ દ્વારા જાહેર કર્યા હતા. કૌશિક વેકરીયા માટે આ પદ માત્ર
અમરેલીમાં ખુશીના ઝળહળાટ — કૌશિક વેકરીયાનું નવા મંત્રીમંડળમાં સ્થાન નક્કી


અમરેલી, 17 ઓક્ટોબર (હિ.સ.): અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરીયાને નવા મંત્રીમંડળમાં સ્થાન મળવાની માહિતી મળતાં અમરેલીમાં ખુશીના માહોલ ફેલાયો છે. આ મહત્વપૂર્ણ સમાચાર અમરેલીના સાંસદ ભરત સુતરીયાએ ફ્રેમ દ્વારા જાહેર કર્યા હતા. કૌશિક વેકરીયા માટે આ પદ માત્ર રાજકીય ઉજ્જવળતા નથી, પરંતુ જિલ્લા વિકાસમાં નવી દિશા અને પ્રગતિ લાવવાના અવસર સાથે જોડાયેલું છે.

સ્થાનિક લોકો અને કાર્યકર્તાઓમાં આનંદની લહેર જોવા મળી રહી છે. સાંસદ ભરત સુતરીયાએ જણાવ્યું કે, કૌશિક વેકરીયાનું મંત્રીપદમાં સ્થાન મળવું અમરેલીના વિકાસ માટે મહત્વપૂર્ણ છે અને તેઓ તેમના અનુભવ અને પ્રતિભા દ્વારા રાજ્ય અને જિલ્લાના વિકાસને નવી ઉંચાઈઓ પર લઈ જશે.

અન્ય રાજકીય વર્તુળ અને સ્થાનિક કાર્યકર્તાઓ પણ કૌશિક વેકરીયાની ચૂંટણીઓ અને સેવા પર અભિનંદન આપી રહ્યા છે. અમરેલીમાં તેના મંત્રીપદમાં આવવાથી શિક્ષણ, આરોગ્ય અને ગ્રામ્ય વિકાસ જેવા ક્ષેત્રોમાં નવા પ્રોજેક્ટો અને યોજનાઓ અમલમાં આવી શકે એવી અપેક્ષા છે.

આસપાસના ગામ અને શહેરોમાં ખુશી સાથે ઉજવણીનો માહોલ જોવા મળ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande