સુરત પાલિકા સામાન્ય સભામાં ઉગ્ર ચર્ચા, વિપક્ષી નેતા સામે ભાજપના કોર્પોરેટરનું તણાવભર્યું નિવેદન
સુરત, 17 ઓક્ટોબર (હિ.સ.): સુરત મહાનગરપાલિકાની આજની સામાન્ય સભામાં શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે ઉગ્ર ચર્ચા થઇ હતી. વિપક્ષી નેતા પાયલ સાકરીયા દ્વારા પાલિકાની કામગીરીને લઈ અનેક પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું કે સુરતના રસ્તાઓની બિસ્માર સ્થિત
Smc


સુરત, 17 ઓક્ટોબર (હિ.સ.): સુરત મહાનગરપાલિકાની આજની સામાન્ય સભામાં શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે ઉગ્ર ચર્ચા થઇ હતી. વિપક્ષી નેતા પાયલ સાકરીયા દ્વારા પાલિકાની કામગીરીને લઈ અનેક પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું કે સુરતના રસ્તાઓની બિસ્માર સ્થિતિને કારણે અનેક લોકોનું જીવન જોખમમાં છે. તેમજ છેલ્લા ત્રણ વર્ષમાં ડોગ બાઈટની સારવાર પર સાડા પાંચ કરોડથી વધુ ખર્ચ થયો છે અને લગભગ 80 હજાર લોકો ડોગ બાઈટના શિકાર બન્યા છે. તેમના દાવો અનુસાર, રસીકરણ પ્રક્રિયા અને તેની યોગ્ય દેખરેખ વિશે જવાબ આપવાની જરૂર છે.

સાથે જ પાયલ સાકરીયાએ ઓડિટ, ગ્રાન્ટના ઉપયોગ અને ફાયર વિભાગમાં સુરક્ષા સાધનોની અછત જેવી સમસ્યાઓને પણ ઉજાગર કર્યું. તેમણે જણાવ્યું કે પૌણામાં ફાયર વિભાગના કર્મચારીઓને યોગ્ય સાધનો ન આપવાને કારણે તેઓને નુકસાન થઈ રહ્યું છે અને તેઓની હેરાનગતિ થઇ રહી છે.

વિરોધી પક્ષના આ આક્ષેપો પર ભાજપના કોર્પોરેટરોએ હોબાળો મચાવ્યો, અને કહ્યું કે વિપક્ષ માત્ર પાલિકાને બદનામ કરવાનો પ્રયાસ કરે છે. ખાસ કરીને ભાજપની મહિલા કોર્પોરેટર ઉવર્શી પટેલે વિપક્ષી નેતા સામે સખત આક્ષેપો કર્યા અને જાહેરમાં કહ્યું, “તમે માપમાં રહો.”

સામાન્ય સભામાં ભાજપના મહિલા કોર્પોરેટરની આ ખુલ્લી ધમકીને કારણે માહોલ ગરમાયો અને સભામાં તૂ-તૂ, મેં-મે જેવી ઉગ્ર ચર્ચા થઈ. આ ઘટના પાલિકા સભામાં ચર્ચાનું કેન્દ્ર બની ગઈ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande