સ્ટેટ ટીટી ચેમ્પિયનશિપમાં છમાંથી ત્રણ ટાઇટલ સુરતે જીત્યા
સુરત, 17 ઓક્ટોબર (હિ.સ.)-ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન (જીએસટીટીએ)ના ઉપક્રમે યોજાયેલી રાજ્યની સૌથી પ્રતિષ્ઠિત ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ ગુજરાત સ્ટેટ અને ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2025માં ગુરુવારે સુરતની ટીમે છમાંથી ત્રણ ટાઇટલ પોતાન
સ્ટેટ ટીટી ચેમ્પિયનશિપ


સુરત, 17 ઓક્ટોબર (હિ.સ.)-ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન (જીએસટીટીએ)ના ઉપક્રમે યોજાયેલી રાજ્યની સૌથી પ્રતિષ્ઠિત ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ ગુજરાત સ્ટેટ અને ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2025માં ગુરુવારે સુરતની ટીમે છમાંથી ત્રણ ટાઇટલ પોતાના નામે કરી લીધા હતા જેમાં મેન્સ અને વિમેન્સ ટીમના ટાઇટલ તેમણે સતત બીજા વર્ષે હાંસલ કર્યા હતા. આ ટુર્નામેન્ટ આદિપુર, ગાંધીધામના સ્વ. એમ. પી. મિત્રા ઇન્ડોર સ્ટેડિયમ, હરેશ સંગતાણી સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે યોજાઈ છે.

14મીથી 18મી ઓક્ટોબર દરમિયાન યોજાયેલી આ ટુર્નામેન્ટમાં વર્તમન ટીટી કેલેન્ડરના મહત્તમ રેન્કિંગ પોઇન્ટ અહીંથી મળવાના છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સહકારથી યોજાયેલી આ ટુર્નામેન્ટના કો-સ્પોન્સર ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી છે. જ્યારે કચ્છ ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિયેશન વેન્યૂ પાર્ટનર રહેશે. સ્ટિગા આ ટુર્નામેન્ટમાં ઇક્વિપમેન્ટ સ્પોન્સર તરીકે જારી રહે છે.

મેન્સ ફાઇનલમાં સુરતે વડોદરાની ટીમને 3-2થી હરાવી હતી જેમાં અયાઝ મુરાદ, નુતાંશુ દયામા અને દેવર્ષ વાઘેલાએ શાનદાર પ્રદર્શન કર્યું હતું.

વિમેન્સ ફાઇનલ પણ આવી જ રોમાંચક બની હતી જેમાં ફ્રેનાઝ છિપીયા, ફિલઝાહ ફાતીમા કાદરી અને આફ્રિન મુરાદે સુરતની જીતવામાં મદદ કરી હતી.

જુનિયર બોયઝ કેટેગરીમાં અપસેટ સર્જાયો હતો કેમ કે બીજા ક્રમની અરાવલ્લીની ટીમે વર્તમાન ચેમ્પિયન ભાવનગરને 3-2થી હરાવ્યું હતું. વિજેતા ટીમ માટે જન્મેજય પટેલ અને હર્ષવર્દન પટેલ ઝળક્યા હતા.

અમદાવાદની જુનિયર ગર્લ્સની ટીમે 2-0ની સરસાઈ હોવા છતાં મેચ ગુમાવી હતી જેમાં અંતે ભાવનગરનો 3-2થી વિજય થયો હતો અને તેમણે ટાઇટલ જીત્યું હતું.

સબ જુનિયર ગર્લ્સની ફાઇનલમાં ગયા વર્ષની રનર્સ અપ અમદાવાદની ટીમે આ વખતે વધુ સારો દેખાવ કરીને રાજકોટને 3-1થી હરાવીને ટાઇટલ જીત્યું હતું.

જ્યારે સુરતની સબ જુનિયર ગર્લ્સ ટીમે દાનિયા ગોદીલની મદદથી ગયા વર્ષના પરાજયનો બદલો લઈને ભાવનગરને 3-0થી હરાવ્યું હતું. આમ સુરતે આ ત્રીજું ટાઇટલ જીત્યું હતું.

અંડર-9 હોપ્સની ફાઇનલમાં સુરતના સમર્થ ભાભોરે ભાવનગરના કુશાનસિંહ રાણાને હરાવીને 3-0થી વિજય હાંસલ કર્યો હતો તો ગર્લ્સ કેટેગરીમાં ફાઇનલમાં કચ્છની મોખરાના ક્રમની યાના સિંઘે તેના જ શહેરની બીજા ક્રમની અવીશી જૂનને સીધી ગેમમાં હરાવી હતી.

ટીમ ચેમ્પિયનશિપ ફાઇનલના પરિણામો:

મેન્સઃ સુરત જીત્યા વિરુદ્ધ વડોદરા 3-2 (અયાઝ મુરાદ જીત્યા વિરુદ્ધ જલય મહેતા 11-7, 9-11, 8-11, 11-3,11-6; પ્રથમ માદલાણી જીત્યા વિરુદ્ધ દેવર્ષ વાઘેલા 11-5, 4-11, 11-3, 11-9; નુતાંશુ દયામા જીત્યા વિરુદ્ધ વેદ પંચાલ 11-3, 11-8, 10-12, 8-11, 11-6; પ્રથમ માદલાણી જીત્યા વિરુદ્ધ અયાઝ મુરાદ 11-6, 11-2, 7-11, 11-9; દેવર્ષ જીત્યા વિરુદ્ધ જલય 11-9, 11-9, 7-11, 8-11, 11-2)

વિમેન્સઃ સુરત જીત્યા વિરુદ્ધ અમદાવાદ 3-2 (ઓઇશીકી જોઆરદાર જીત્યા વિરુદ્ધ ફિલઝાહ ફાતીમા કાદરી 9-11, 13-11,11-9, 11-5; ફ્રેનાઝ છિપીયા જીત્યા વિરુદ્ધ કૌશા ભૈરપૂરે 11-4, 11-4, 11-5; Aafrin Murad bt Jiya Trivedi 1-11, 4-11,11-8, 13-11,11-3.

જુનિયર અંડર-19 બોયઝઃ અરાવલ્લી જીત્યા વિરુદ્ધ ભાવનગર 3-2 (ધ્યેય જાની જીત્યા વિરુદ્ધ હર્ષવર્ધન પટેલ 12-10, 11-3, 13-11; જન્મેજય પટેલ જીત્યા વિરુદ્ધ પૂજન ચંદારાણા 11-8, 11-7, 11-8; ધ્યેય જાની/પૂજન જીત્યા વિરુદ્ધ જન્મેજય/હર્ષવર્ધન 9-11, 12-10, 11-5, 15-13; જન્મેજય જીત્યા વિરુદ્ધ ધ્યેય 11-6, 6-11, 11-8,11-9; હર્ષવર્દન જીત્યા વિરુદ્ધ પૂજન 13-11, 11-8, 8-11, 6-11, 11-3)

જુનિયર અંડર-19 ગર્લ્સઃ ભાવનગર જીત્યા વિરુદ્ધ અમદાવાદ 3-2 (જિયા ત્રિવેદી જીત્યા વિરુદ્ધ રિયા જયસ્વાલ 11-7, 7-11, 9-11, 11-2, 12-10; મૌબોની ચેટરજી જીત્યા વિરુદ્ધ ચાર્મી ત્રિવેદી 11-7, 8-11, 11-8, 11-3; રિયા/ચાર્મી જીત્યા વિરુદ્ધ મૌબોની/જિયા 5-11, 11-8, 11-7, 11-5; રિયા જીત્યા વિરુદ્ધ મૌબોની 7-11, 11-9, 3-11, 11-8, 11-8; ચાર્મી જીત્યા વિરુદ્ધ જિયા 11-9, 11-9,11-8)

સબ જુનિયર અંડર-15 બોયઝઃ અમદાવાદ જીત્યા વિરુદ્ધ રાજકોટ 3-1 (દેવ ભટ્ટ જીત્યા વિરુદ્ધ અંશ ખમાર 11-5, 11-8, 11-8; દ્વિજ ભાલોડિયા જીત્યા વિરુદ્ધ દિવ્ય પટેલ 11-4, 11-7, 11-8; અંશ ખમાર/દ્વિજ જીત્યા વિરુદ્ધ દેવ/દિવ્ય 6-11, 11-6, 11-9, 13-11; દ્વિજ જીત્યા વિરુદ્ધ દેવ 13-11, 11-6, 9-11, 4-11, 11-8)

સબ જુનિયર અંડર-15 ગર્લ્સઃ સુરત જીત્યા વિરુદ્ધ ભાવનગર 3-1 (ચાર્મી ત્રિવેદી જીત્યા વિરુદ્ધ વિશ્રુતિ જાદવ 11-9, 10-12, 11-8, 11-6; દાનિયા ગોદીલ જીત્યા વિરુદ્ધ જ્હાનવી પરમાર 11-5, 11-3, 11-5; દાનિયા/વિશ્રુતિ જીત્યા વિરુદ્ધ ચાર્મી/જ્હાનવી 11-9, 13-11, 11-9; દાનિયા જીત્યા વિરુદ્ધ ચાર્મી 11-6, 11-2, 11-3)

હોપ્સ અંડર-9 ગર્લ્સઃ યાના સિંઘ જીત્યા વિરુદ્ધ અવિશી જૂન 11-9, 11-4, 11-6

હોપ્સ અંડર-9 બોયઝઃ સમર્થ ભાભોર જીત્યા વિરુદ્ધ કુશાનસિંહ રાણા 11-7, 11-8,11-8

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande