પોરબંદર, 17 ઓક્ટોબર (હિ.સ.) ગુજરાતમાં મહિલાઓની સુરક્ષા માટે અભયમ 181 ટીમ સતત 24 ક્લાક પોતાની ફરજ બજાવી રહી છે ત્યારે પોરબંદરમાં અન્ય જિલ્લાની દિવ્યાગ યુવતી આવી પહોંચતા અને નિસહાય બનેલી યુવતી વહારે પોરબંદર 181 ટીમ આવી સફળ કાઉન્સિલિંગ કરી તેને સખી વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય આપવામાં આવ્યો છે.
પોરબંદર અભયમ 181 ની ટીમને એસટી બસ સ્ટેશન રિલાયન્સના ફુવારા પાસેથી 14 ઓક્ટોબરની રાત્રિના 12 કલાક આસપાસ એક થર્ડ પાર્ટી જાગૃત નાગરિકનો અજાણી યુવતીની સહાય માટે કોલ મળ્યો હતો 181 ની ટીમને કોલ મળતા જ તે સ્થળ ઉપર પહોંચી હતી ત્યાં ઉભેલા જાગૃત નાગરિકે જણાવ્યું હતું કે તેને આ અજાણી યુવતી રેલ્વે સ્ટેશન નજીકથી મળી આવેલ છે રાત્રિના નીઃસહાય હોવાથી અને ભોજન ની માંગ કરતી હોવાથી તેને આ યુવતીને ભોજન માટે તે એસટી બસ સ્ટેશન નજીક લઈ આવેલ છે અજાણી યુવતી હોવાથી સાથે કોઈ ન હોવાથી તેમજ રાતનો સમય હોવાથી થર્ડ પાર્ટી જાગૃત નાગરિકે 181માં કોલ કર્યો હતો તેમ જાગૃત નાગરિકે જણાવ્યું હતું.
ત્યારબાદ પોરબંદર 181ની ટીમે અજાણી યુવતી સાથે વાતચીતનો પ્રયાસ કર્યો હતો અને કાઉન્સિલિંગ શરૂ કર્યું હતું કાઉન્સિલિંગ દરમિયાન 181 ટીમને જાણવા મળ્યું કે ( યુવતી નાતો બોલી શકે છે નાતો તે સાંભળી શકે છે એટલે બહેરા અને મૂગા છે) 181 ની ટીમે યુવતીના ડોક્યુમેન્ટની ચકાસણી કરતા જાણવા મળ્યું કે આ યુવતી મૂળ અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના એક ગામની રહેવાસી છે તે પોરબંદરના એક યુવક સાથે સ્નેપ ચેટ ઉપર વાત કરતી હતી આ વાતચીતને લીધે યુવતી- યુવક માટે પોરબંદર આવી હતી પરંતુ યુવક નું નામ સરનામું ના ખબર હોવાથી તેમજ યુવક ફોન રીસીવ ના કરતો હોવાથી તે આમથી તેમ ભટકી રહી છે વધુ કાઉન્સિલિંગ દરમિયાન પોરબંદર 181 ની ટીમને જાણવા મળ્યું કે યુવતી 75% ડીસેબીલીટી છે એટલે કે(બહેરા અને મૂંગા છે) જેથી પોરબંદર 181 ની ટીમ અમરેલીના લાઠી પોલીસ સ્ટેશનમાં આ બાબતની જાણ કરી અને ગુમનોંધ યુવતી ની નોંધાયેલી છે કે કેમ તે બાબતે માહિતી મેળવી હતી બાદમાં રાત્રીનો સમય હોવાથી દિવ્યાંગ યુવતીને હાલ આશ્રય માટે પોરબંદરના સખી વન સ્ટોપ સેન્ટરમાં સહારો આપવામાં આવ્યો છે તેમજ યુવતીના પરિવારજનોને પણ આ બાબતની જાણ કરવામાં આવી છે પરિવાર તે પણ યુવતીને લેવા માટે નીકળી ગયા છે.આ કામગીરીમાં પોરબંદર 181 અભયમ ટીમના કાઉન્સેલર નિરુપા બાબરીયા તેમજ મહિલા કોન્સ્ટેબલ સેજલ પંપાણિયા રોકાયેલા હતા.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya