પોરબંદર, 17 ઓક્ટોબર (હિ.સ.): ગુજરાતના રાજકારણમા પોરબંદરનો હંમેશા દબદબો રહ્યો છે, પોરબંદરના રાજકીય ક્ષેત્રની વાત કરીએ તો પ્રથમ માલદેવજીભાઇ ઓડેદરા ગુજરાત સરકારમા મંત્રી બન્યા હતા, તે પછી શશીકાંતભાઈ લાખાણી તે બાદ બાબુભાઇ બોખીરીયા સાત ખાતાના પ્રધાન ગુજરાત સરકારમાં રહ્યા હતા. આજે પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડીયાને ગુજરાત સરકારમા કેબીનેટમાં સ્થાન મળ્યુ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya