પાટણ શહેરમાં દિવાળી ખરીદીના કારણે ટ્રાફિક વ્યવસ્થા બદલાઈ
પાટણ, 17 ઓક્ટોબર (હિ.સ.) દિવાળીના તહેવારોને કારણે પાટણ શહેરમાં ખરીદી માટે લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં નાગરિકો પાટણ ખાતે ખરીદી માટે આવી રહ્યા છે. તેના પરિણામે બજારોમાં ભીડ અને વાહનવ્યવહાર ધ
પાટણ શહેરમાં દિવાળી ખરીદીના કારણે ટ્રાફિક વ્યવસ્થા બદલાઈ


પાટણ, 17 ઓક્ટોબર (હિ.સ.) દિવાળીના તહેવારોને કારણે પાટણ શહેરમાં ખરીદી માટે લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં નાગરિકો પાટણ ખાતે ખરીદી માટે આવી રહ્યા છે. તેના પરિણામે બજારોમાં ભીડ અને વાહનવ્યવહાર ધીમો પડવાથી વારંવાર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ રહી છે.

આ સમસ્યાને ધ્યાનમાં લઈને પાટણ પોલીસે શહેરના મુખ્ય માર્ગો પર બેરિકેડ મૂકીને ટ્રાફિક નિયંત્રણ શરૂ કર્યું છે. કનસડા દરવાજાથી બગવાડા દરવાજા સુધીના માર્ગ પર ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો છે. તહેવાર દરમિયાન બગવાડા દરવાજાથી ફોર વ્હીલર તથા ભારે વાહનોના પ્રવેશ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા જાળવવા અને નાગરિકોને સરળતાથી ખરીદી કરવા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આથી વાહનચાલકોને અનુરોધ છે કે તેઓ પોલીસના માર્ગદર્શન મુજબ વાહન ચલાવે અને ટ્રાફિકની અવરોધથી બચે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande