પોરબંદરમાં હવે ત્રીપલ એન્જીન સરકાર
પોરબંદર, 17 ઓક્ટોબર (હિ.સ.) : પોરબંદરના હવે વિકાસના દ્રાર ખુલશે તેવુ લાગી રહ્યુ છે. રાજકીય ક્ષેત્રે પોરબંદરનો દબદબો જોવા મળી રહ્યો છે, મુળ પોરબંદરના હાલ રાજકોટ ખાતે રહેતા રામભાઈ મોકરીયા રાજયસભાના સાંસદ છે તો પોરબંદરના સાંસદ ડો. મનસુખ માંડવિયાને કેન
પોરબંદરમાં હવે ત્રીપલ એન્જીન સરકાર.


પોરબંદરમાં હવે ત્રીપલ એન્જીન સરકાર.


પોરબંદરમાં હવે ત્રીપલ એન્જીન સરકાર.


પોરબંદર, 17 ઓક્ટોબર (હિ.સ.) : પોરબંદરના હવે વિકાસના દ્રાર ખુલશે તેવુ લાગી રહ્યુ છે. રાજકીય ક્ષેત્રે પોરબંદરનો દબદબો જોવા મળી રહ્યો છે, મુળ પોરબંદરના હાલ રાજકોટ ખાતે રહેતા રામભાઈ મોકરીયા રાજયસભાના સાંસદ છે તો પોરબંદરના સાંસદ ડો. મનસુખ માંડવિયાને કેન્દ્રીય મંત્રીની જવાબદારી આપવામા આવી છે.

આજે પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડીયાને ગુજરાત સરકારના કેબીનેટમાં સ્થાન આપવામા આવ્યુ છે આ રીતે પોરબંદરને રાજકીય ક્ષેત્રે ત્રિદેવ મળ્યા છે અને બે હાથમા ત્રણ લાડું છે જોવાનુ એ રહ્યુ કે પોરબંદરનો વિકાસ આભને આંબે છે કે કેમ. હાલ પોરબંદરના રાજકીય ક્ષેત્રે ઉજળી તકો જોવા મળી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande