નવસારી, 17 ઓક્ટોબર (હિ.સ.)- ગુજરાતના નવા મંત્રીમંડળની શપથવિધિ મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે સંપન્ન થઈ ગઈ છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તમામ મંત્રીઓને શપથ લેવડાવ્યા હતા.
ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલને મંત્રીમંડળમાં સ્થાન મળતા ગણદેવી ચાર રસ્તા પર ભાજપના કાર્યકરોએ ફટાકડા ફોડીને અને ઉજવણી કરીને તેમની પસંદગીને વધાવી લીધી હતી. દક્ષિણ ગુજરાતમાં નરેશ પટેલ એક મોટા આદિવાસી નેતા તરીકે ઉભરી આવ્યા છે. તેમની આ પસંદગીને રાજકીય વર્તુળોમાં મહત્વપૂર્ણ ગણવામાં આવી રહી છે. ભાજપે વાંસદા, જે કોંગ્રેસનો ગઢ મનાય છે, તેમાં ગાબડું પાડવા માટે નરેશ પટેલ પર પસંદગી ઉતારી હોવાનું મનાય છે.
--------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે