વલસાડ જિલ્લા કલેકટર ભવ્ય વર્માના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક મળી
વલસાડ, 18 ઓક્ટોબર (હિ.સ.) વલસાડ જિલ્લા સંકલન – વ – ફરિયાદ સમિતિની માસિક બેઠક ભાગ 1 અને ભાગ 2 ની બેઠક જિલ્લા કલેકટર ભવ્ય વર્માના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં શનિવારે સવારે 11 કલાકે મળી હતી. જેમાં કુલ 21 પ્રશ્નોની ચર્ચા થઈ હતી. વલસાડ જ
Valsad


વલસાડ, 18 ઓક્ટોબર (હિ.સ.) વલસાડ જિલ્લા સંકલન – વ – ફરિયાદ સમિતિની માસિક બેઠક ભાગ 1 અને ભાગ 2 ની બેઠક જિલ્લા કલેકટર ભવ્ય વર્માના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં શનિવારે સવારે 11 કલાકે મળી હતી. જેમાં કુલ 21 પ્રશ્નોની ચર્ચા થઈ હતી.

વલસાડ જિલ્લા કલેકટરાલય ખાતે મળેલી સંકલન બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મનહરભાઈ પટેલે વાપીથી દમણ તરફ જતા મુખ્ય રસ્તા પર રેલવે ફલાઈ ઓવરબ્રિજનું કામ અંગેનો પ્રશ્ન રજૂ કર્યો હતો. ઉમરગામના ધારાસભ્ય રમણલાલ પાટકરે ઉમરગામ તાલુકામાં સરકારી રાશનની દુકાન, બંધ કવોરી, ખેડૂતો માટેની ફેન્સિંગ સહિતની ખેડૂતલક્ષી યોજનાઓ, ઉમરગામ તાલુકામાં મેરીટાઈમ મત્સ્યઉદ્યોગ દ્વારા મંજૂર થયેલી ચાર જેટી, ભીલાડ અંડર ગ્રાઉન્ડ બ્રિજથી ભીલાડ સુધી અને ને.હા.નં. 48 સુધી બિસ્માર રસ્તો અને ભીલાડ રેલવે અંડર ગ્રાઉન્ડ સહિતના પ્રશ્નો રજૂ કર્યા હતા.

વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલે શંકર તળાવ ગામમાં નવા નગરનો રસ્તો અને સરોધી ગામે ગેરકાયદે રેતી ક્રસીંગ સહિતના પ્રશ્નો રજૂ કર્યા હતા.

જિલ્લા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ મતી મિનાક્ષીબેન ગાંગોડાએ ખેડૂતોને આપવામાં આવતી જંગલ જમીન અને ધરમપુર ડેપોથી કપરાડામાં ચિલારમાળ રૂટ પર બંધ કરેલી બસ ચાલુ કરવા સહિતના 2 પ્રશ્ન રજૂ કર્યા હતા.

પ્રજાના પ્રતિનિધિઓ દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નોના નિકાલ માટે જિલ્લા કલેકટરએ સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે હકારાત્મક ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

સર્વે ધારાસભ્યઓએ જિલ્લા વહવટી તંત્રના અધિકારી અને કર્મચારીઓને દિવાળી અને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી.

ભાગ- 2 ની બેઠકમાં જિલ્લા કલેકટરએ તમામ અધિકારીઓ અને કર્મચારીઓને દિવાળી અને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. બેઠકમાં પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી નિકુંજ ગજેરા દ્વારા સર્વે અધિકારીઓને તેમના હસ્તકના વાહનો જે કન્ડમ કરવા પાત્ર હોય તેને બંદરો અને વાહન વ્યવહાર વિભાગના તા.24/08/2024ના ઠરાવ મુજબ સરકારી વાહનોને રદબાતલ કરવા અંગેની કાર્ય પધ્ધતિનો અમલ કરી નિકાલ કરવાની કાર્યવાહી હાથ ધરવા જણાવાયુ હતું.

આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજા, નિવાસી અધિક કલેકટર મહિપાલસિંહ ચુડાસમા, વલસાડ, પારડી અને ધરમપુરના સર્વે પ્રાંત અધિકારી વિમલ પટેલ, નિરવ પટેલ અને આર.સી.પટેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક અશોક કલસરીયા, જિલ્લા આયોજન અધિકારી ભરતભાઈ પટેલ, દક્ષિણ વન વિભાગના નાયબ વન સરંક્ષક દિનેશ રબારી અને ઉત્તર વન વિભાગના મદદનીશ વન સરંક્ષક ઋુચિ દવે, માર્ગ અને મકાન વિભાગ સ્ટેટના કાર્યપાલક ઈજનેર જતીન પટેલ અને માર્ગ અને મકાન વિભાગના પંચાયતના કાર્યપાલક ઈજનેર ભાવેશ પટેલ, સહિતના સંબંધિત અધિકારી અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande