પાટણ શહેરના માર્કેટયાર્ડ સ્થિત મહાલક્ષ્મી માતાના મંદિરમાં ધનતેરસના પવિત્ર દિવસે ચલણી નોટોથી વિશેષ આંગી કરવામાં આવી
પાટણ, 18 ઓક્ટોબર (હિ.સ.) પાટણ શહેરના માર્કેટયાર્ડ સ્થિત મહાલક્ષ્મી માતાના મંદિરમાં ધનતેરસના પવિત્ર દિવસે ચલણી નોટોથી વિશેષ આંગી કરવામાં આવી હતી. રૂ. 2.25 લાખની કિંમતની 1, 2, 5, 10, 20, 50, 100, 200, 500 અને 2000 રૂપિયાની નોટોનો ઉપયોગ કરીને માતાજી
પાટણ શહેરના માર્કેટયાર્ડ સ્થિત મહાલક્ષ્મી માતાના મંદિરમાં ધનતેરસના પવિત્ર દિવસે ચલણી નોટોથી વિશેષ આંગી કરવામાં આવી


પાટણ, 18 ઓક્ટોબર (હિ.સ.) પાટણ શહેરના માર્કેટયાર્ડ સ્થિત મહાલક્ષ્મી માતાના મંદિરમાં ધનતેરસના પવિત્ર દિવસે ચલણી નોટોથી વિશેષ આંગી કરવામાં આવી હતી. રૂ. 2.25 લાખની કિંમતની 1, 2, 5, 10, 20, 50, 100, 200, 500 અને 2000 રૂપિયાની નોટોનો ઉપયોગ કરીને માતાજીને અનોખા શણગારથી સજાવવામાં આવ્યા હતા. મંદિરના પૂજારી મહેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે આ આંગી ધનવર્ષા દર્શાવતી હતી અને આ મનોહર ઝાંખી જોવા માટે દિવસભર ભક્તોની ભીડ ઉમટી પડી હતી.

શહેરના અન્ય લક્ષ્મી મંદિરોમાં પણ ધનતેરસ નિમિત્તે માતાજીને નયનરમ્ય ફૂલોની આંગીથી શણગારવામાં આવ્યા હતા. ખાસ કરીને શહેરના ત્રણ દરવાજા નજીક આવેલા મંદિરોમાં સવારે 21 લીટર દૂધ અને કમળના ફૂલો વડે માતાજીનો અભિષેક કરવામાં આવ્યો હતો, જેને માણવા માટે અનેક શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યાં હતા.

આ બંને મંદિરોમાં ધનતેરસના દિવસે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. ભક્તોએ ફૂલો અને કમળ ચઢાવી માતાજીની પૂજા-અર્ચના કરી અને ધનની દેવી લક્ષ્મી માતાના દર્શનથી ધાર્મિક શાંતિ અને ધન્યતા અનુભવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande