નશામુક્ત ભારત અભિયાન’માં 8000 થી વધુ જનજાગૃત્તિની પ્રવૃત્તિઓમાં અંદાજિત 35 લાખથી વધુ નાગરિકો સહભાગી
- અભિયાનની પાંચમી વર્ષગાંઠ નિમિત્તે જનજાગૃત્તિ માટે 24 ઓક્ટોબર સુધી ઓનલાઈન શપથ - ક્વિઝ સ્પર્ધાનું આયોજન ગાંધીનગર,18 ઓકટોબર (હિ.સ.) સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા ‘નશામુક્ત ભારત અભિયાન’ અંતર્ગત ગુજરાતના તમામ જિલ્લાઓમાં યુવાનો, વિદ્યા
નશામુક્ત ભારત અભિયાન’માં 8000 થી વધુ જનજાગૃત્તિની પ્રવૃત્તિઓમાં અંદાજિત 35 લાખથી વધુ નાગરિકો સહભાગી


- અભિયાનની પાંચમી વર્ષગાંઠ નિમિત્તે જનજાગૃત્તિ માટે 24 ઓક્ટોબર સુધી ઓનલાઈન શપથ - ક્વિઝ સ્પર્ધાનું આયોજન

ગાંધીનગર,18 ઓકટોબર (હિ.સ.) સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા ‘નશામુક્ત ભારત અભિયાન’ અંતર્ગત ગુજરાતના તમામ જિલ્લાઓમાં યુવાનો, વિદ્યાર્થીઓ, મહિલાઓ, સામાજિક સંસ્થાઓ અને વિવિધ સરકારી વિભાગોના સહયોગથી જાગૃતિ લાવવા માટે વ્યાપક જનજાગૃત્તિ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં જનજાગૃત્તિ રેલીઓ, સાઇન અભિયાન, સેમિનાર, નશામુક્તિ રથ, શપથ ગ્રહણ કાર્યક્રમો, પ્રચાર સામગ્રીનું વિતરણ, ચિત્ર સ્પર્ધા અને નિબંધ સ્પર્ધા જેવી કુલ 8000 થી વધુ પ્રવૃત્તિઓમાં અંદાજિત 35 લાખથી વધુ નાગરિકો સહભાગી થઈને સમાજ-ભારતને નશામુક્ત બનાવવા સંકલ્પબદ્ધ થયા હતા.

મંત્રાલય દ્વારા નશામુક્ત ભારત અભિયાનની પાંચમી વર્ષગાંઠના ઉપલક્ષ્યમાં રાષ્ટ્રીય સ્તરે જાગૃતિ લાવવા અને નાગરિકોને અભિયાન સાથે જોડવા માટે બે મહત્વપૂર્ણ પહેલ શરૂ કરવામાં આવી છે.

આ ઉપરાંત નેશનલ ટેલેન્ટ હંટ કોમ્પિટિશનના પ્રથમ તબક્કા રૂપે ઓનલાઈન MyGov પ્લેટફોર્મ પર ક્વિઝ સ્પર્ધા આયોજિત કરવામાં આવી છે. નાગરિકો https://quiz.mygov.in/quiz/5-varsh-1-sankalp-nasha-mukt-bharat-abhiyaan લિંક દ્વારા જોડાઈને 24 ઓક્ટોબર સુધી આ સ્પર્ધામાં ભાગ લઈને પ્રમાણપત્ર મેળવી શકે છે.

અત્રે ઉલ્લેખનીય છીએ કે, દેશના 270 જિલ્લાઓમાં 15 ઓગષ્ટ,2020 થી નશામુક્ત ભારત અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. જેમાં ગુજરાતના અમદાવાદ, વડોદરા, ભરૂચ, મહેસાણા, સુરત, રાજકોટ, જામનગર, અને પોરબંદર સહિત 8 જિલ્લાઓનો સમાવેશ કરાયો હતો. ત્યારબાદ તબક્કાવાર રાજ્યના અન્ય જિલ્લાઓનો પણ સમાવેશ કરાયો હતો.

સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય, ભારત સરકાર દ્વારા દેશભરમાં નશીલા પદાર્થોના દુરુપયોગના નુકસાન અંગે જનજાગૃતિ લાવવા માટે શરૂ કરાયેલા નશામુક્ત ભારત અભિયાનની પાંચમી વર્ષગાંઠ નિમિત્તે રાજ્યના નાગરિકોને આ અભિયાન સાથે જોડાવા માટે સમાજ સુરક્ષા પ્રભાગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

ગુજરાત સરકાર તમામ નાગરિકોને વિનંતી કરે છે કે તેઓ મોટી સંખ્યામાં ઓનલાઈન શપથ લેવાના કાર્યક્રમમાં અને ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈને નશામુક્ત સમાજના નિર્માણના આ રાષ્ટ્રીય સંકલ્પમાં સહભાગી બને.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande