અમદાવાદ જિલ્લાના ઔદ્યોગિક સંસ્થાઓના શ્રમયોગીઓને વર્ષ 2024-25નું બોનસ ચૂકવાયું
- 2 લાખ 12 હજાર 692 શ્રમયોગીઓને આશરે રૂપિયા 360 કરોડ 93 લાખ જેટલું બોનસ ચૂકવાયું અમદાવાદ, 18 ઓકટોબર (હિ.સ.) આગામી દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને સમગ્ર રાજ્યના શ્રમયોગીઓને વર્ષ 2024-25ના વર્ષના બોનસની રકમ સમયસર મળી રહે અને કોઈ મુશ્કેલી ઊભી ન
અમદાવાદ જિલ્લાના ઔદ્યોગિક સંસ્થાઓના શ્રમયોગીઓને વર્ષ 2024-25નું બોનસ ચૂકવાયું


- 2 લાખ 12 હજાર 692 શ્રમયોગીઓને આશરે રૂપિયા 360 કરોડ 93 લાખ જેટલું બોનસ ચૂકવાયું

અમદાવાદ, 18 ઓકટોબર (હિ.સ.) આગામી દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને સમગ્ર રાજ્યના શ્રમયોગીઓને વર્ષ 2024-25ના વર્ષના બોનસની રકમ સમયસર મળી રહે અને કોઈ મુશ્કેલી ઊભી ન થાય તે માટે નાયબ શ્રમ આયુકતની કચેરી, અમદાવાદ દ્વારા આગોતરી કાર્યવાહી હાથ ધરી સધન પ્રયત્નો કરવામાં આવ્યા છે. જેના પરિણામે અમદાવાદ જિલ્લાના ઔદ્યોગિક એકમો/સંસ્થાઓ ધ્વારા દિવાળી પૂર્વે જિલ્લામાં 2 લાખ 12 હજાર 692 શ્રમયોગીઓને આશરે રૂપિયા 360 કરોડ 93 લાખ રૂપિયાની રકમ બોનસ તરીકે ચુકવણી કરવામાં આવી છે, ઔદ્યોગિક એકમો,સંસ્થાઓ દ્વારા તેઓના શ્રમયોગીઓને બોનસની ચૂકવણી કરવાની પ્રક્રિયા હજુ પણ ચાલી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર/હર્ષ શાહ

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande