પોરબંદર, 18 ઓક્ટોબર (હિ.સ.)પોરબંદર-રાણાવાવ નેશનલ હાઈવે સાયકલીંસ્ટનુ બંધ ટ્રક સાથે અથડાતા મોત થયુ હતુ આ બનાવને લઇ ભારે ગમગીની છવાઇ ગઇ હતી પોરબંદર ખાતે રહેતા સુદિપ્ત ઘોષ નામનો યુવાન સાયકલીસ્ટ હોય સવારે સમયે નિયમિત સાયકલીગ માટે જતા હોય છે ગત ગુરૂવારે સવારના સમયે વનાણ ટોલનાકા પાસે બંધ ટ્રક સાથે સાયકલ અથડાતા અકસ્માત સર્જાયો હતો જેમા સદિપ્તો ઘોષને ગંભીર ઈજા પહોંચતા તેમનુ ઘટના સ્થળે મોત નિપજયુ હતુ આ બનાવ અંગે મૃતકના ભાઈ સુભમ ઘોષ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમા ટ્રકના ચાલક સામે ફરીયાદ નોંધાવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya